હવે મુંબઈની નાઇટલાઇફ થઈ જશે લંડન જેવી શાનદાર, સરકારે લીધો મોટો નિર્ણય

2017માં નિયમમાં બદલાવ કરવામાં આવ્યો હતો અને હવે બહુ જલ્દી એની પર અમલ કરવામાં આવશે

હવે મુંબઈની નાઇટલાઇફ થઈ જશે લંડન જેવી શાનદાર, સરકારે લીધો મોટો નિર્ણય

મુંબઈ : દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈ હવે નવા સ્વરૂપમાં જોવા મળશે. મુંબઈ મહાનગરપાલિકાએ હવે મલ્ટીપ્લેક્સ અને હોટેલોને 24 કલાક અને સાત દિવસ સુધી ખુલ્લા રાખવાની પરવાનગી આપી દીધી છે. રાજ્યના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે તરફથી કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં થિયેટર, મોલ અને હોટેલ્સ આખું અઠવાડિયું ચોવીસ કલાક ખુલા રહેશે. તેમણે ટેકામાં કહ્યું છે કે આની સાથે રોજગારના અવસર મળશે અને મુંબઈના અર્થશાસ્ત્રમાં વધારો થશે. શુક્રવારે પર્યટન મંત્રીની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને એને 26 જાન્યુઆરીથી લાગુ કરી દેવામાં આવશે. શરૂઆતમાં એને ટ્રાયલ સ્તરે લાગુ કરવામાં આવશે અને એની સફળતાને પગલે હંમેશ માટે લાગુ કરી દેવામાં આવશે. 

મુંબઈ પ્રવૃત્તિઓથી ધમધમતું શહેર છે અને અહીં ચોવીસ કલાક શોપિંગ અને ખાણી-પીણીની સુવિધા મળવી જોઈએ એવી માગણી શિવસેના પાર્ટી 2013ની સાલથી કરી રહી છે. શિવસેના BMCમાં તો વર્ષોથી શાસન કરી રહી છે અને હવે વિધાનસભામાં પણ એની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડીની ગઠબંધન સરકારનું રાજ આવી ગયું છે. મુંબઈમાં રેસ્ટોરાં અને દુકાનો ચોવીસ કલાક ખુલ્લી રાખવાની પરવાનગી હોવી જોઈએ એવી માગણીને શિવસેનાનાં વિધાનસભ્ય અને યુવા સેનાનાં પ્રમુખ આદિત્ય ઠાકરેએ સમર્થન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ માગણી કરી ચૂક્યા છે કે મુંબઈમાં પસંદગીના સ્થળોએ આખી રાત દુકાનો ખુલ્લી રાખવા દેવી જોઈએ.

આ મામલે ZEE મીડિયાએ મુંબઈના લોકો સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં હાઉસવાઇફ વૈશાલી શાહે, વિદ્યાર્થી અક્ષત સંબત  અને વિદ્યાર્થી સિયા ચૌધરીએ નિર્ણયનું સ્વાગત કર્યું છે પણ સાથેસાથે સેફ્ટી અને સિક્યુરિટીનું ધ્યાન રાખવા પર પણ ભાર મુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news