મુંબઈમાં કોરોનાનો કહેર યથાવત, હવે માત્ર 4 દિવસનું બાળક થયું સંક્રમિત


મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે. વસઈ તાલુકામાં પણ અત્યાર સુધી 82 કેસ સામે આવ્યા છે. 

મુંબઈમાં કોરોનાનો કહેર યથાવત, હવે માત્ર 4 દિવસનું બાળક થયું સંક્રમિત

મુંબઈઃ વસઈ તાલુકામાં શુક્રવારથી શનિવારે સાંજ સુધી કોરોના સંક્રમિત 15 નવા દર્દી સામે આવ્યા છે. પીડિતોમાં નાયગાંવ સ્થિત વસઈ-વિરાર મનપાના માતા બાલ સંગોપન કેન્દ્રની 4 નર્સ તથા 2 વોર્ડબોય પણ સામેલ છે. સાથે અહીં સારવાર માટે લાવવવામાં આવેલા એક ચાર દિવસના બાળક તથા તેના પિતાનો રિપોર્ટ પણ  પોઝિટિવ આવ્યો છે. જ્યારે બાળકની માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 

શનિવારે મોડી રાત સુધી તાલુકામાં પીડિતોની સંખ્યા 82 પહોંચી ગઈ છે. તો શનિવારે વસઈ પશ્ચિમના બંગલી હોસ્પિટલમાં એક 60 વર્ષીય કોરોના પોઝિટિવ વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું. આ મોતની સાથે કોરોનાથી મૃત્યુઆંક 5 પર પહોંચી ગયો છે. 

નિવારણના ઉપાયોમાં તેજી
તાલુકામાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે તંત્ર અલગ અલગ ઉપાયો તથા આયોજનો કરી રહ્યું છે. લૉકડાઉન તથા સોશિયલ ડિસ્ટેન્સિંગનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તાલુકામાં વધતા મામલાને લઈને મેયર પ્રવીણ શેટ્ટીએ જણાવ્યું કે, જે તાજા મામલા સામે આવી રહ્યાં છે. તે પહેલાથી પોઝિટિવ દર્દીઓના સંબંધિઓ કે તેના સંપર્કમાં આવવાથી આવી રહ્યાં છે. 

Coronavirus cases in India: ભારતમાં કોરોનાના 12,289 એક્ટિવ કેસ, 488 લોકોના મૃત્યુ, જાણો રાજ્યવાર સ્થિતિ

તેમણે જણાવ્યું કે, અમારા તરફથી મહામારીને રોકવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. શહેરમાં જગ્યાએ જગ્યાએ સેનેટાઇઝર કરવામાં આવી રહ્યું છે. શહેરમાં સાફ-સફાઇ તથા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી રહ્યું છે. શેટ્ટીએ કહ્યું કે, તાલુકામાં 7 દર્દી સ્વસ્થ પણ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news