મુલાયમ સિંહ યાદવે લીધી વેક્સિન, ભાજપે અખિલેશ યાદવ પર કર્યા પ્રહાર

હવે મુલાયમ સિંહે રસી લેતા ભાજપના નેતાઓએ અખિલેશ યાદવ પર હુમલો શરૂ કરી દીધો છે. ભાજપ યૂપી તરફથી કટાક્ષ કરતા કહેવામાં આવ્યું કે અખિલેશ પ્રમાણે આજે સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ જીએ ભાજપની વેક્સિન લગાવી લીધી.

મુલાયમ સિંહ યાદવે લીધી વેક્સિન, ભાજપે અખિલેશ યાદવ પર કર્યા પ્રહાર

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવે સોમવારે કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે. મુલાયમ સિંહે ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં જઈને પ્રથમ ડોઝ લગાવ્યો છે. આ પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે વેક્સિનને ભાજપની રસી ગણાવી ન લેવાની વાત કહી હતી. 

પરંતુ ત્યારબાદ અખિલેશે પોતાનું નિવેદન પરત લેતા કહ્યુ કે, સંપૂર્ણ ટ્રાયલ થયા બાદ કોરોના વેક્સિન લેશે. કોરોનાની બીજી લહેર દરમિયાન તેના સુર બદલાઈ ગયા હતા. તે ભાજપ સરકારને લોકોને ફ્રી વેક્સિન આપવાની માંગ કરવા લાગ્યા હતા. વેક્સિન લેતી મુલાયમ સિંહ યાદવની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

હવે મુલાયમ સિંહે રસી લેતા ભાજપના નેતાઓએ અખિલેશ યાદવ પર હુમલો શરૂ કરી દીધો છે. ભાજપ યૂપી તરફથી કટાક્ષ કરતા કહેવામાં આવ્યું કે અખિલેશ પ્રમાણે આજે સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ જીએ ભાજપની વેક્સિન લગાવી લીધી. હવે તે ભાજપનો પ્રચાર કરી રહ્યાં છે અથવા પોતાના પુત્ર દ્વારા ફેલાવવામાં આવેલા ભ્રમને તોડી રહ્યાં છે. તે તમે નક્કી કરો.. વેક્સિન જરૂર લગાવો. 

— Keshav Prasad Maurya (@kpmaurya1) June 7, 2021

રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યુ કે, સપાના નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી શ્રી મુલાયમ સિંહ યાદવ જી સ્વદેશી વેક્સિન લેવા માટે તમારો આભાર. તમારા દ્વારા વેક્સિન લેવી તે વાતની સાબિતી છે કે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ જી દ્વારા વેક્સિનને લઈને અફવા ફેલાવવામાં આવી હતી. તે માટે અખિલેશે માફી માંગવી જોઈએ. 

તો ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહે કહ્યુ કે, એક સારો સંદેશ. આશા કરુ છું કે સપાના કાર્યકર્તા તથા તેના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ પોતાની પાર્ટીના સંસ્થાપક પાસેથી પ્રેરણા લેશે. અખિલેશ યાદવે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતું કે હું રસી લેવાનો નથી. આ રસી ભાજપની છે. હું તેના પર કઈ રીતે વિશ્વાસ કરી શકુ. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અખિલેશનો વિરોધ પણ થયો હતો. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news