કેજરીવાલ સરકાર વરિષ્ઠ નાગરિકોને તીર્થયાત્રા કરાવશે, શું મોદી સરકાર લાવશે આવી યોજના?

દિલ્હી સરકારે મુખ્યમંત્રી તીર્થયાત્રી યોજનાને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને આ જાણકારી આપી.

કેજરીવાલ સરકાર વરિષ્ઠ નાગરિકોને તીર્થયાત્રા કરાવશે, શું મોદી સરકાર લાવશે આવી યોજના?

નવી દિલ્હી: દિલ્હી સરકારે મુખ્યમંત્રી તીર્થયાત્રી યોજનાને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે આ યોજના અંગે બધી જાણકારી દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બહુ જલદી આપશે. નોંધનીય છે કે આ યોજના અંગે દિલ્હી સરકારે બજેટમાં જાહેરાત પણ કરી હતી. આ યોજનાથી દર વર્ષે લગભગ 77000 લોકોને લાભ મળવાની સંભાવના છે. 2019માં લોકસભા ચૂંટણીને જોતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આવામાં જોવાનું એ રહેશે કે વરિષ્ઠ નાગરિકોને આકર્ષવા માટે મોદી સરકાર પણ આવી કોઈ જાહેરાત કરે છે કે નહીં. 

— Arvind Kejriwal (@ArvindKejriwal) July 9, 2018

શું છે મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના
મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના હેઠળ દિલ્હી સરકાર રાજ્યના દરેક સમુદાયના 1100 વરિષ્ઠ નાગરિકોને મફતમાં તીર્થયાત્રા કરાવશે. આ સ્કીમનો લાભ મેળવવા માટે લોકોએ પહેલા રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દિલ્હી સરકાર તરફથી શરૂ કરવામાં આવનાર મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના હેઠળ રાજ્યના લગભગ 77000 તીર્થયાત્રીઓને દર વર્ષે લાભ મળવાનું અનુમાન છે. આ તીર્થયાત્રામાં થનારા સંપૂર્ણ ખર્ચને દિલ્હી સરકાર ઉઠાવશે. દિલ્હીમાં 60 વર્ષથી વધુ ઉંમરવાળા લોકો આ યોજના માટે અરજી કરી શકે છે. આ નાગરિકો ઉપરાંત પસંદ કરાયેલા વરિષ્ઠ નાગરિકો સાથે 18 વર્ષથી વધુના એક સહાયકને સાથે રાખવાની મંજૂરી અપાશે, જેનો  ખર્ચ સરકાર ઉઠાવશે. 

આ જગ્યાઓની કરાવશે મુલાકાત
દિલ્હી-મથુરા-વૃંદાવન
આગરા-ફતેહપુર સીકરી
દિલ્હી-હરદ્વાર-ઋષિકેશ
નીલકંઠ
દિલ્હી-અજમેર-પુષ્કર
દિલ્હી-અમૃતસર-વાઘા બોર્ડર-આનંદપુર સાહિબ
દિલ્હી વૈષ્ણોદેવી-જમ્મુ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news