MP પોલીસે 8 કલાક કરી વિકાસની પૂછપરછ, ઉજ્જૈન SP સંભળાવી સંપૂર્ણ સ્ટોરી

કાનપુર એન્કાઉન્ટરનો માસ્ટરમાઇન્ડ અને 8 પોલીસની હત્યાનો મુખ્ય આરોપી વિકાસ દુબે (Vikas Dubey) પોલીસની પકડમાં છે. તેને મધ્ય પ્રદેશના ઉજજૈનથી ઉત્તર પ્રદેશના કાનપુર લઇ જવામાં આવી રહ્યો છે.

MP પોલીસે 8 કલાક કરી વિકાસની પૂછપરછ, ઉજ્જૈન SP સંભળાવી સંપૂર્ણ સ્ટોરી

ઉજ્જૈન: કાનપુર એન્કાઉન્ટરનો માસ્ટરમાઇન્ડ અને 8 પોલીસની હત્યાનો મુખ્ય આરોપી વિકાસ દુબે (Vikas Dubey) પોલીસની પકડમાં છે. તેને મધ્ય પ્રદેશના ઉજજૈનથી ઉત્તર પ્રદેશના કાનપુર લઇ જવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ઉજ્જૈનના SP મનોજ કુમાર (Manoj Kumar Singh)એ પત્રકાર પરિષદ કરી ગેંગસ્ટર વિકાસ દુબે પકડાઇ જવાની સંપૂર્ણ કહાની જણાવી.

તેમણે કહ્યું કે ગત બે દિવસથી મધ્ય પ્રદેશ પોલીસ (MP Police) હાઇ એલર્ટ પર હતી. ગુરૂવારે સવારે વિકાસ દુબે મહાકાલ મંદિરમાં દર્શન માટે પહોંચ્યો હતો. ત્યાં મંદિકાની બહાર ફૂલ વેચવાળાએ તેને ઓળખી લીધો. ત્યારબાદ તેણે મંદિરના સુરક્ષાકર્મીઓએ તેની જાણકારી આપી.

મનોજ કુમાર સિંહે કહ્યું કે વિકાસ દુબેએ ગાર્ડને પોતાનું નામ અને ઓળખ ખોટી બતાવી. શંકા જતાં ગાર્ડે પોલીસને તેના વિશે જાણકારી આપી. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી. તેમણે કહ્યું કે ઉજ્જૈન પોલીસએ વિકાસ દુબેની ધરપકડ કરીને વખાણવા લાયક કામ કર્યું છે. જો જરા પણ ચૂક થઇ જાતી તો અપરાધી ભાગી શકતો હતો. 

તેમણે કહ્યું કે આ કેસ અંડર ઇન્વેસ્ટિગેશન છે અને આ બે સ્ટેટ વચ્ચેનો મામલો છે એટલા માટે તેનાપર વધુ જાણકારી આપી ન શકાય. તેમને પત્રકારોને જણાવ્યું હતું કે વિકાસ દુબેથી ઉજ્જૈન પોલીસે આઠ કલાકની વાત કરી. ત્યારબાદ સાંજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. 

તમને જણાવી દઇએ કે અપરાધી વિકાસ દુબેને ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. વિકાસની સુનાવણી વીડિયો કોન્ફસિંગ દ્વારા થઇ. ત્યારબાદ મધ્ય પ્રદેશ પોલીસે વિકાસ દુબેને યૂપી STF ને સોંપી દીધો. ત્રણ ગાડીઓનો કાફલો વિકાસ દુબેને લઇને કાનપુર જઇ રહ્યો છે. 

પોલીસનો કાફલો ગુના, શિવપુરી તરફ જઇ રહ્યો છે. જાણકારી અનુસાર ગેંગસ્ટર વિકાસ દુબેને ભૈરવ ગઢ પોલીસ સ્ટેશનથી યૂપી એસટીએફને હેન્ડ ઓવર કરવામાં આવ્યો. તો બીજી તરફ જાણકારી એ પણ મળી રહી છે કે વિકાસ દુબેની પત્ની ઋચા અને પુત્રની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ નોકરોને પણ અરેસ્ટ કરી લીધા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news