'18 વર્ષે MP-MLA પસંદ કરી શકાય, તો જીવનસાથી કેમ નહીં', ઓવૈસીએ બિલ મુદ્દે ઉઠાવ્યા સવાલ

AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સરકારના આ નિર્ણય પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે સરકારે પહેલા એ જણાવવું જોઈએ કે 18 વર્ષના બાળકોના માનવ વિકાસ માટે શું કરવામાં આવ્યું છે.

'18 વર્ષે MP-MLA પસંદ કરી શકાય, તો જીવનસાથી કેમ નહીં', ઓવૈસીએ બિલ મુદ્દે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પુરુષોની સમકક્ષ છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ કાયદેસર વય 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. આ મુદ્દાને લઈને બુધવારે કેબિનેટે પુરુષો અને મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ વયમાં સમાનતા લાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. સાથે વર્તમાન સત્રમાં આને લગતું બિલ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે.

'તમામ અધિકારો છે તો લગ્નનો કેમ નહીં?'
AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સરકારના આ નિર્ણય પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે સરકારે પહેલા એ જણાવવું જોઈએ કે 18 વર્ષના બાળકોના માનવ વિકાસ માટે શું કરવામાં આવ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે 18 વર્ષના નાગરિકોને તમામ અધિકારો આપવામાં આવ્યા છે, એટલે  સુધી કે લિવિંગ રિલેશનશિપને લગતો કાયદો પણ સરકાર દ્વારા જ બનાવવામાં આવ્યો છે.

તેમણે ટોણો મારતા જણાવ્યું હતું કે, તમે સરકાર છો, મોહલ્લાના ચાચા નથી. ઓવૈસીએ કહ્યું કે આ કાયદાથી કોઈ ફાયદો થશે નહીં અને ના તો તેનાથી મહિલાઓને કોઈ ફાયદો થશે. ઓવૈસીએ કહ્યું કે અમે સંસદમાં આ બિલનો વિરોધ કરીશું.

'સાંસદ-ધારાસભ્ય પસંદ કરવાનો અધિકાર'
ઓવૈસીએ કહ્યું કે 18 વર્ષના સ્ત્રી-પુરુષ મતદાન કરીને દેશના વડાપ્રધાનની પસંદગી કરી શકે છે, સાંસદો અને ધારાસભ્યોને પસંદ કરી શકે છે, તો પછી તેઓ લગ્ન કેમ ન કરી શકે? તેમણે કહ્યું કે કાયદો હોવા છતાં પણ દહેજ અધિનિયમના કેટલા કેસ કોર્ટમાં ચાલે છે, કેટલી મહિલાઓના પતિઓ દહેજ માટે તેમને મારપીટ કરી રહ્યા છે, આ બધું કાયદો હોવા છતાં થઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં બાળ લગ્ન (નિવારણ) અધિનિયમ, 2006માં સુધારો કરવા માટે બિલ લાવી શકે છે. આ પ્રસ્તાવિત બિલ લગ્ન માટે ઉંમરમાં સમાનતા નક્કી કરવા માટે વિવિધ સમુદાયોના લગ્ન સંબંધિત વ્યક્તિગત કાયદાઓમાં નોંધપાત્ર ફેરફારો કરવા માંગે છે.

હાલની કાયદાકીય જોગવાઈ હેઠળ, લગ્ન માટેની લઘુત્તમ વય છોકરાઓ માટે 21 વર્ષ અને છોકરીઓ માટે 18 વર્ષ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news