પ્રિયંકાના ચોકલેટી ચહેરા પર રાજકારણ, BJP પાસે ખડ્ડુસ ચહેરા માટે હેમા પાસે કરાવે છે ડાંસ

મધ્યપ્રદેશ કોંગ્રેસ સરકારમાં કેબિનેટ મંત્રી સજ્જન સિંહ વર્માએ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના નિવેદન પર વળતો હૂમલો કર્યો

પ્રિયંકાના ચોકલેટી ચહેરા પર રાજકારણ, BJP પાસે ખડ્ડુસ ચહેરા માટે હેમા પાસે કરાવે છે ડાંસ

નવી દિલ્હી : મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારમાં કેબિનેટ મંત્રી સજ્જન સિંહ વર્માએ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજય વર્ગીના તે નિવેદન પર વળતો હૂમલો કર્યો છે જેમાં ભાજપ નેતાએ કહ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ઉતારવા માટે કોંગ્રેસ પાસે મજબુત નેતા નથી એટલ માટે તે ચોકલેટી ચહેરાઓ દ્વારા ચૂંટણી લડી રહ્યા છે. તે મુદ્દે મંત્રી વર્માએ કહ્યું કે, ભાજપનાં ખરબચડા ચહેરા જેને લોકો નાપસંદ કરે છે, એક હેમા માલિની છે જેમને વિવિધ સ્થળો પર શાસ્ત્રીય નૃત્ય કરાવતા રહે છે. મત કમાવાનાં પ્રયાસો કરે છે, ચોકલેટી ચહેરાઓ તેમની પાસે નથી. 

કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે, મારૂ કહેવું છે કે માનવ ઇશ્વર પ્રતદત્ત છે. સરાહના કરો કે ઇશ્વરે પ્રિયંકા ગાંધીને એટલા સુંદર બનાવ્યા છે જેમાં મમત્વ અને સ્નેહ ઝલકે છે. એવા શબ્દોનો પ્રયોગ કરીને ભાજપ અને કૈલાશજી પોતાની ગરિમા ઘટાડી રહ્યા છે. 

કૈલાશે શું કહ્યું હતું. 
સક્રિય રાજનીતિમાં પ્રિયંકા ગાંધી વાડ્રાના પ્રવેશ અંગે ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ પોતાના કોંગ્રેસ સમકક્ષને કરીના કપૂર અને સલમાન ખાન જેવા ફિલ્મી સીતારાઓ સાતે તુલના કરતા શનિવારે કહ્યું કે, કોંગ્રેસ ચોકલેટી ચહેરાની મદદતે ચોકલેટી ચહેરાઓની મદદથી આગામી લોકસભા ચૂંટણી લડવા માંગે છે. 

વિજય વર્ગીયએ કહ્યું કે, ક્યારે કોઇ કોંગ્રેસ નેતા માંગ કરે છે કે કરીના કપૂરને ભોપાલથી લોકસભા ચૂંટણી લડાવવામાં આવે, તો ક્યારેક ઇંદોરથી ચૂંટણી ઉમેદવારના મુદ્દે સલમાન ખાનનાં નામ પર ચર્ચા કરવામાં આવે છે. આ પ્રકારે પ્રિયંકાને કોંગ્રેસની સક્રિય રાજનીતિમાં લઇ જવામાં આવે છે. 

પૂર્વી ઉત્તરપ્રદેશનાં પ્રભારી કોંગ્રેસ મહાસચિવનાં સ્વરૂપે રાજનીતિક મુખ્યધારામાં પ્રિયંકાના પ્રવેશ મુદ્દે વિજય વર્ગીયએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર પણ સવાલ ઉઠાવે. ભાજપ મહાસચિવે કહ્યું કે, જો કોંગ્રેસમાં રાહુલના નેતૃત્વ પ્રત્યે આત્મવિશ્વાસ હોત તો પ્રિયંકાને સક્રીય રાજનીતિમાં નથી લાવવામાં આવતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news