MP : બોનેટમાં છુપાવીને લઇ જઇ રહ્યા હતા 1.74 કરોડ રૂપિયા, રસ્તામાં ગાડીમાં લાગી આગ અને પછી...

આરોપીઓએ બોનેટ ખોલીને નોટોના બંડલ બહાર કાઢ્યા તો 500-500 રૂપિયાના અડધી સળગેલી નોટો ભારે પવન સાથે વેરાઇ ગઇ અને ઉડવા લાગી. આ જોઇને ગામવાળાએ પોલીસે સૂચના આપી દીધી. ત્યાં સુધી લગભગ દોઢ લાખ રૂપિયા સળગી ગયા હતા. 

MP : બોનેટમાં છુપાવીને લઇ જઇ રહ્યા હતા 1.74 કરોડ રૂપિયા, રસ્તામાં ગાડીમાં લાગી આગ અને પછી...

ભોપાલ: મધ્યપ્રદેશના સિવનીમાં નોટોથી ભરેલી ગાડી પકડાઇ ગઇ. સિવનીથી 20 કિલોમીટર દૂર ગોપાલગંજ બૈજનાથ ફેક્ટરીની સામે રવિવારે રાત્રે એક ઇનોવા કારમાં આગ લાગી ગઇ. બમ્હની ગામ પાસે આગ ઓલવવા માટે જેવું જ આરોપીઓએ બોનેટ ખોલીને નોટોના બંડલ બહાર કાઢ્યા તો 500-500 રૂપિયાના અડધી સળગેલી નોટો ભારે પવન સાથે વેરાઇ ગઇ અને ઉડવા લાગી. આ જોઇને ગામવાળાએ પોલીસે સૂચના આપી દીધી. ત્યાં સુધી લગભગ દોઢ લાખ રૂપિયા સળગી ગયા હતા. 

કુરઇ પોલીસમથક પર આ ગાડીને રોકવામાં આવી અને તલાશી લેવામાં આવી જેમાંથી એક કરોડ 74 લાખ રૂપિયા મળી આવ્યા. તો બીજી તરફ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા. જોકે પોલીસથી બચવા માટે આરોપીઓએ તેમને બોનેટમાં છુપાવવા માટે જુગાડ પણ કર્યો હતો. પરંતુ શોર્ટ સર્કિટ અથવા એન્જીન ગરમ થતાં કેટલીક નોટો સળગી ગઇ હતી. 

હરિઓમએ પોલીસને જણાવ્યું કે તે મુંબઇમાં ડ્રાઇવર છે. હરિઓમનો ભાઇ હરિનાથ બનારસના દશરથ જ્વેલર્સમાં કામ કરે છે. તે બનારસમાં પોતાની ગાડીમાં કેશ લઇ જાય છે અને મુંબઇ અથવા દિલ્હીથી સોનું-ચાંદી લઇને બનારસ લાવે છે. તેના બદલામાં તેને મોટી રકમ મળતી હતી. હરિઓમની ગાડી ખરાબ થતાં પોતાના મિત્ર સુનીલ વર્માની ઇનોવામાં ગ્યાસ બાબૂ સાથે 29 જાન્યુઆરીના રોજ મુંબઇથી અલ્હાબાદ પહોંચ્યો હતો. અલ્હાબાદ પહેલાં ચાચાના ઢાબામાં ભાઇ હરિનાથ આવ્યો અને રૂપિયાના બંડલ કારમાં મુકીને જતો રહ્યો. 

આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેસમાં તપાસ માટે ઇનકમ ટેક્સ વિભાગને સૂચના આપી છે. કારના બોનેટમાં નોટોના બંડલ સંતાડ્યા હતા. જેથી કારમાં આગ લાગી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news