દોષિતોને ફાંસીમાં થતા વિલંબથી નિર્ભયાના માતા રડી પડ્યાં, PM મોદીને કરી આ અપીલ
નિર્ભયા (Nirbhaya Case) ના માતાએ નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચારેય દોષિતોને ફાંસી આપવામાં થઈ રહેલા વિલંબ પર નિરાશા વ્યક્ત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: નિર્ભયા (Nirbhaya Case) ના માતાએ નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચારેય દોષિતોને ફાંસી આપવામાં થઈ રહેલા વિલંબ પર નિરાશા વ્યક્ત કરી છે. નિર્ભયાના માતા આશાદેવી (Ashadevi) એ કહ્યું કે જે લોકો 2012માં આ ઘટના બાદ મહિલા સુરક્ષાને લઈને નારા લગાવી રહ્યાં હતાં આજે તે જ લોકો તેમની પુત્રીના મોત સાથે રમત કરી રહ્યાં છે. નિર્ભયાના માતાએ પીએમ મોદીને અપીલ કરી છે કે તેઓ ચારેય દોષિતોને જેમ બને તેમ જલદી ફાંસીની સજા અપાવે.
નિર્ભયાના માતાએ કહ્યું કે હવે હું જરૂર કહેવા માંગીશ કે જ્યારે 2012માં ઘટના ઘટી તો આ જ લોકોએ હાથમાં તિરંગો લીધો, કાળી પટ્ટી બાંદી અને મહિલાઓની સુરક્ષા માટે ખુબ રેલીઓ કરી, ખુબ નારા લગાવ્યાં. પરંતુ આજે આ જ લોકો તે બાળકીના મોત સાથે રમત રમી રહ્યાં છે. કોઈ કહે છે કે તમે રોકી, કોઈ કહે છે કે અમને પોલીસ આપી દો, હું બે દિવસમાં કરી બતાવીશ.
તેમણે કહ્યું કે હું હવે જરૂર કહેવા માંગીશ કે આ લોકો પોતાના ફાયદો માટે તેમની ફાંસી રોકી રહ્યાં છે અને અમને આ બધા વચ્ચે મોહરા બનાવ્યાં. આ બંને લોકો વચ્ચે હું પિસાઈ રહી છું. હું એમ કહેવા માંગુ છું...ખાસ કરીને વડાપ્રધાનજીને કે તમે 2014માં જ કહ્યું હતું કે અબ બહોત હુઆ નારી પર વાર, અબ કી બાર મોદી સરકાર.
#WATCH Asha Devi, mother of 2012 Delhi gang-rape victim: Till now, I never talked about politics, but now I want to say that those people who held protests on streets in 2012, today the same people are only playing with my daughter's death for political gains. pic.twitter.com/FvaC89TwKI
— ANI (@ANI) January 17, 2020
નિર્ભયાના માતાએ કહ્યું કે હું તમને હાથ જોડીને કહેવા માંગુ છું કે જે પ્રકારે તમે ફરીથી સરકારમાં આવ્યાં છો, જે રીતે તમે હજારો કામ કર્યાં ત્રિપલ તલાક હટાવ્યાં, હવે કાયદામાં સંશોધન કરો કારણ કે કાયદો બનાવવાથી કઈ થતું નથી. હું તમને હાથ જોડીને કહેવા માંગુ છું કે બાળકીના મોત સાથે મજાક ન થવા દો અને તે ચારેય દોષિતોને 22મી તારીખે જ ફાંસી પર લટકાવો અને સમાજને દેખાડો કે તમે દેશના રખવાળા છો. અમને મહિલાઓને સુરક્ષા આપી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે