Corona પર અત્યંત ચોંકાવનારો રિપોર્ટ, ચોમાસામાં મુંબઈમાં તબાહી મચાવી શકે છે વાયરસ

મહારાષ્ટ્ર દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે અને તેમા પણ મુંબઈમાં તો સૌથી વધુ કેસ છે. આવામાં સપનાના શહેર મુંબઈમાં જ્યારે પહેલેથી જ કોરોનાનો ભરડો ચુસ્ત છે લોકો વધુ સંખ્યામાં કોરોનાથી સંક્રમિત છે ત્યાં એક વધારે ચિંતાજનક સમાચાર આવી રહ્યાં છે. IIT Bombayના એક તાજા રિપોર્ટમાં જણાવાયું છે કે આવનારા ચોમાસામાં મુંબઈમાં કોરોના વાયરસના કેસ હજુ વધશે. 
Corona પર અત્યંત ચોંકાવનારો રિપોર્ટ, ચોમાસામાં મુંબઈમાં તબાહી મચાવી શકે છે વાયરસ

મુંબઈ: મહારાષ્ટ્ર દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે અને તેમા પણ મુંબઈમાં તો સૌથી વધુ કેસ છે. આવામાં સપનાના શહેર મુંબઈમાં જ્યારે પહેલેથી જ કોરોનાનો ભરડો ચુસ્ત છે લોકો વધુ સંખ્યામાં કોરોનાથી સંક્રમિત છે ત્યાં એક વધારે ચિંતાજનક સમાચાર આવી રહ્યાં છે. IIT Bombayના એક તાજા રિપોર્ટમાં જણાવાયું છે કે આવનારા ચોમાસામાં મુંબઈમાં કોરોના વાયરસના કેસ હજુ વધશે. 

મુંબઈમાં કોરોનાનો ચેપ વધશે
આઈઆઈટી બોમ્બેના અભ્યાસ મુજબ ચોમાસા દરમિયાન કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઈ શકે છે. સ્ટડીમાં દાવો છે કે હ્યુમિડિટી એટલે કે ભેજ વધવાથી વાતાવરણમાં કોરોના વાયરસ વધુ સમય સુધી જીવિત રહી શકે છે. આ સ્ટડીને આઈઆઈટી બોમ્બેના બે પ્રોફેસરોએ કર્યો છે. જેમનું માનવું છે કે વધુ તાપમાન અને ઓછા ભેજના કારણે ઉધરસ કે છીંકના ડ્રોપલેટ્સને સૂકાઈ જવામાં ઓછો સમય લાગે છે પરંતુ ચોમાસા દરમિયાન ભેજવાળુ વાતાવરણ રહેશે જેથી કરીને લોકોને ઊધરસ આવે કે છીંકના ડ્રોલેટ્સને સૂકાતા વધુ સમય લાગશે. જેના કારણે સંક્રમણ હજુ વધુ ફેલાવવાની આશંકા છે. આ રિસર્ચ અમેરિકાના એક જર્નલમાં પ્રકાશિત થયો છે. 

રિસર્ચ માટે અન્ય દેશોના કેસોને પણ સામેલ કરાયા 
આ તાજા રિસર્ચ મુજબ ડ્રોપલેટ્સને સૂકાઈ જવામાં સૌથી ઓછો સમય સિંગાપુરમાં લાગ્યો અને સૌથી વધુ સમય ન્યૂયોર્કમાં લાગ્યો. આ જ કારણ છે કે ન્યૂયોર્ક દુનિયામાં કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત શહેરોમાંથી એક છે. 

જુઓ LIVE TV

મુંબઈએ વુહાનને પણ કોરોના સંક્રમણના મામલે પાછળ છોડ્યું
તાજા આંકડા મુજબ મુંબઈએ હવે વુહાનને પણ પાછળ છોડ્યુ છે. વુહાનમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 50,340 કેસ આવ્યા છે. જ્યારે મુંબઈમાં 51100 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. કોરોના સંક્રમણના આવા હાલત માત્ર મુંબઈ જ નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ખુબ ખતરનાક સ્તરે પહોંચ્યુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news