પંજાબની સુરક્ષા માટે માન સરકાર હાનિકારક, કોંગ્રેસે કેન્દ્રના દખલની કરી માંગ
મોહાલી બ્લાસ્ટ બાદ કોંગ્રેસે ભગવંત માન સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, આ સરકાર પંજાબની સુરક્ષા માટે હાનિકારક છે.
Trending Photos
ચંદીગઢઃ સોમવારે સાંજે પંજાબના મોહાલીમાં ગુપ્તચર વિભાગની બિલ્ડિંગ પર રોકેટથી હુમલો થયો હતો. હવે આ મુદ્દે કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યાં છે. કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યુ કે, આપ સરકાર પંજાબની સુરક્ષા માટે હાનિકારક સરકાર છે. તેમણે કહ્યું કે, હવે ભગવંત માને જાગવુ જોઈએ તે પંજાબના મુખ્યમંત્રી છે ન કેજરીવાલના પ્રચાર મંત્રી. તો કોંગ્રેસ પ્રવક્તાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આગ્રહ કર્યો કે આ મામલાની તપાસ કેન્દ્રીય એજન્સીઓને આપવામાં આવે.
મોહાલીમાં ગુપ્તચર વિભાગની બિલ્ડિંગ બહાર રોકેટ હુમલા બાદ જયવીર શેરગિલે મીડિયા સાથે વાત કરી અને માન સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું- તે સ્પષ્ટ થઈ ગયું કે કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર પંજાબની સુરક્ષા અને શાંતિ માટે હાનિકારક સરકાર છે. તેમણે માન પર કટાક્ષ કરતા કહ્યું કે, ભગવંત માને હવે જાગી જવુ જોઈએ અને તે સ્વીકાર કરવો જોઈએ કે તે પંજાબના મુખ્યમંત્રી છે, કેજરીવાલના પ્રચાર મંત્રી નહીં.
કેન્દ્રીય એજન્સીઓ કરે તપાસ
કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યુ કે, એક યુવા અને પંજાબી હોવાને નાતે હું અમિત શાહને આગ્રહ કરુ છું કે તે કેન્દ્રીય એજન્સીને આ મામલાની તપાસ કરવાની જવાબદારી આપે, કારણ કે પંજાબની આપ સરકાર ન આ મામલામાં સંપૂર્ણ તપાસ કરવાની ક્ષમતા છે, ન નિયત છે, ન કોઈ નીતિ છે.
આ પણ વાંચોઃ તાજમહેલ વિવાદમાં મહેબૂબા મુફ્તીની એન્ટ્રી, કહ્યું- ભાજપમાં તાકાત હોય તો તેને મંદિર બનાવી દેખાડે
તો કોંગ્રેસના નેતા અને સાંસદ મનીષ તિવારીએ મોહાલી બ્લાસ્ટને ચિંતાજનક ગણાવ્યો છે. તેમણે કહ્યું- આ હુમલો ચિંતિત કરવાનો છે. પંજાબમાં શાંતિ બનાવી રાખતી કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની જવાબદારી છે. જો પંજાબની સ્થિતિ ખરાબ થશે તો તેની સીધી અસર ભારત પર પડશે.
મહત્વનું છે કે પંજાબના મોહાલી શહેરમાં ગુપ્તચર વિભાગના કાર્યાલય પર સોમવારે ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો. આ બ્લાસ્ટ બાદ બારીઓના કાચ તૂટી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે