ફરી સંસદમાં દેખાશે રાહુલ ગાંધી! માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું? જાણો શું હતો સમગ્ર મામલો

Modi Surname Defamation Case: લલિત મોદી અને નિરવ મોદી જે ભાગેડુ જાહેર થયા છે તેમને સંબોધીને રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ સુરત ભાજપના ધારાસભ્યએ રાહુલ ગાંધી વિરુદ્ધ મોદી સરનેમને લઈને રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો.

ફરી સંસદમાં દેખાશે રાહુલ ગાંધી! માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું? જાણો શું હતો સમગ્ર મામલો

Rahul Gandhi/નવી દિલ્લીઃ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. જણાવી ગઈએ કે, વર્ષ 2019માં મોદી અટકને લઈને રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બદલ સુરતની સેશન કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી હતી. જેની સામે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં પણ અપીલ કરી હતી. જોકે, હાઈકોર્ટે પણ તેમની અપીલ રદ્દ કરી દીધી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો હતો. આખરે આજે સુપ્રીમ કોર્ટમાંથી રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે.

રાહુલ ગાંધી માટે લોકસભા ચૂંટણીનો રસ્તો સાફઃ
મોદી સરનેમ વાળા માનહાનિ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી પર લાગેલી બે વર્ષની સજા પર રોક લગાવી દીધી છે.

શું રાહુલ ગાંધી ફરી સંસદમાં દેખાશે?
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ કોંગ્રેસ માટે અને રાહુલ ગાંધી માટે મોટી રાહતના સમાચાર આવ્યાં છે. સજા પર રોક લાગતા રાહુલ ગાંધી હવે ફરી સંસદમાં દેખાશે કે નહીં એ મોટો સવાલ હતો. તેના જવાબમાં રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાંથી બહાર નીકળતાની સાથે જ મીડિયાને જણાવ્યું હતુંકે, રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા પણ બહાલ થઈ ગઈ છે. તેથી સુપ્રીમના આદેશ બાદ હવે રાહુલ ગાંધી ફરી એકવાર સંસદમાં દેખાશે. ફરી એકવાર રાહુલ ગાંધી વાયનાડથી સાંસદ હોવાથી પોતાનું સાંસદ પદ પરત મેળવ્યું છે.

લલિત મોદી અને નિરવ મોદી જે ભાગેડુ જાહેર થયા છે તેમને સંબોધીને રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ સુરત ભાજપના ધારાસભ્યએ રાહુલ ગાંધી વિરુદ્ધ મોદી સરનેમને લઈને રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો.

સજા પર સ્ટે આવતા શું રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી લડી શકશે?
નિયમાનુસાર કોઈપણ રાજકીય વ્યક્તિ પર બે વર્ષ અથવા તેથી વધારે સમયની સજા થાય તો તેની રાજકીય સદસ્યતા રદ થઈ શકે છે. તે નિયમાનુસાર જ લોકસભાના અધ્યક્ષ દ્વારા લોકસભામાંથી રાહુલ ગાંધીનું સભ્યપદ પરત લઈ લેવાયું હતું. કારણકે, માનહાનિ કેસમાં રાહુલને સુરતની સેશન્સ કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. જેને ગુજરાત હાઈકોર્ટે પણ યથાવત રાખી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે આજે તે સજા પર રોક લગાવી દીધી છે. જેને કારણે રાહુલનું રાજકીય ભાવિ હવે સુરક્ષિત હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. આ સ્થિતિને જોતા રાહુલ ગાંધી આગામી લોકસભાની ચૂંટણી પર લડી શકે છે.

શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી મોદી સરનેમને સંબોધીને એક ટિપ્પણી કરી હતી. દક્ષિણ ભારતની સભામાં લલિત મોદી અને નિરવ મોદીને ટાંકીને રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ સુરત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મોદી સમાજનું અપમાન થયું હોવાનો દાવો કરીને રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. જેને સુરત સેશન્સ કોર્ટે બે વર્ષની સજા કરી હતી. ગુજરાત હાઈકોર્ટે પણ આ સજા યથાવત રાખી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ઉલ્લેખનીય છેકે, ટ્રાયલ કોર્ટે સજા સંભળાવ્યાના બીજા જ દિવસે લોકસભાના અધ્યક્ષે રાહુલ ગાંધીનું વાયનાડથી સંસદ સભ્ય તરીકેનું પદ રદ્દ કરી દીધું હતું. જોકે, હવે તેમનું સભ્ય પદ ફરી રિવાઈસ થઈ જશે.

બન્ને પક્ષોની દલીલ બાદ કોર્ટે શું કહ્યું? 
મોદી સરનેમ વાળા માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. નીચલી કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને કરવામાં આવેલી બે વર્ષની સજા પર કરવામાં આવેલી સુપ્રીમ કોર્ટે હાલ પુરતી રોક લગાવી દીધી છે. બન્ને પક્ષોની દલીલ બાદ સુપ્રીમ કોર્ટે મુખ્ય બે વાત પર વિચાર કર્યો છે.

1) એક છે, ટ્રાયલ કોર્ટે આપેલી મહત્ત્મ સજા. સુપ્રીમ કોર્ટે ટાંક્યું છેકે, માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને શા માટે મહત્તમ સજા જ કરવામાં આવી? નીચલી કોર્ટે આ અંગે કોઈ ખાસ કારણ જણાવ્યું નથી કે કોઈ સ્પષ્ટતા કરી નથી. મહત્તમ સજા આપવા માટે તે સજા આપવાનું કારણ જણાવવું જરૂરી છે અને તે અંગે વિગતવાર સ્પષ્ટતા પણ કોર્ટે કરવી ફરજિયાત છે.

2) આ ઉપરાંત કોર્ટે બીજો વિચાર એ વાત કર્યોકે, રાહુલ ગાંધી માત્ર કોઈ એક સામાન્ય વ્યક્તિ નથી. તેની સાથે લાખો મતદારોના અધિકારોની પણ અહીં વાત આવે છે. રાહુલ ગાંધી એક સાંસદ સભ્ય છે. તે વાયનાડ લોકસભાથી સાંસદ છે. અહીં એમના મતદારોના અધિકારની વાત છે. તેથી કોર્ટે હાલ આ નિર્ણય લીધો છે. કોર્ટે એવું પણ ટાંક્યું છેકે, રાહુલ ગાંધીનું આ પ્રકારનું નિવેદન યોગ્ય નહોંતું. આ ઉપરાંત રાહુલ ગાંધીનો ઈરાદો કોઈપણ સમાજને હર્ટ કરવાનો ઈરાદો નહોતો. એવી દલીલ પણ તેમના વકીલ કોર્ટ સમક્ષ કરી હતી. ચોમાસુ સત્રમાં રાહુલ ગાંધી ફરી સંસદમાં જોવા મળશે તેવું રાહુલ ગાંધીના વકીલે કર્યું છે. સાર્વજનિક જીવનમાં આવા નેતાઓ પાસે વધારે જવાબદારીની અપેક્ષા છે તેનું પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news