મહારાષ્ટ્રમાં મોદીનો 'પવાર પ્લે'! શરદ પવારની રાજકીય ચાલમાં ફસાઈ ગઈ શિવસેના?

મહારાષ્ટ્ર(Maharashtra) માં હાલ રાષ્ટ્રપતિ શાસન(President Rule) લાગુ છે. સરકાર બનાવવા માટે નિત નવા ફોર્મ્યુલા અને ગતકડા જોવામાં આવી રહ્યાં છે. બેઠકોનો દોર ચાલુ છે. પરંતુ આજે પીએમ મોદી(PM Modi) અને શરદ પવાર(Sharad Pawar) ની બેઠકથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ તો એવું કહેવાયું કે આ બેઠક મહારાષ્ટ્રના ખેડૂતોની સમસ્યાઓના મુદ્દે થઈ પરંતુ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને તેના અનેક અર્થો નીકળી રહ્યાં છે. 
મહારાષ્ટ્રમાં મોદીનો 'પવાર પ્લે'! શરદ પવારની રાજકીય ચાલમાં ફસાઈ ગઈ શિવસેના?

નવી દિલ્હી: મહારાષ્ટ્ર(Maharashtra) માં હાલ રાષ્ટ્રપતિ શાસન(President Rule) લાગુ છે. સરકાર બનાવવા માટે નિત નવા ફોર્મ્યુલા અને ગતકડા જોવામાં આવી રહ્યાં છે. બેઠકોનો દોર ચાલુ છે. પરંતુ આજે પીએમ મોદી(PM Modi) અને શરદ પવાર(Sharad Pawar) ની બેઠકથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ તો એવું કહેવાયું કે આ બેઠક મહારાષ્ટ્રના ખેડૂતોની સમસ્યાઓના મુદ્દે થઈ પરંતુ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને તેના અનેક અર્થો નીકળી રહ્યાં છે. 

મોટો સવાલ એ છે કે શું મહારાષ્ટ્રના રાજકારણમાં મોદીનો પાવર પ્લે ચાલી રહ્યો છે? મોદી-પવારની મુલાકાતથી મહારાષ્ટ્રનો 'ખેલ' બદલાયો? મહારાષ્ટ્રમાં ખેડૂતો બનાવડાવશે ભાજપ-એનસીપીની સરકાર? મોદી-પવારની મુલાકાતના 'ટાઈમિંગ'થી કોંગ્રેસ બેબાકળી બની? શરદ પવારની રાજકીય ચાલમાં શિવસેના ફસાઈ ગઈ? મહારાષ્ટ્રમાં પહેલી ડિસેમ્બર પહેલા સરકાર બની જશે? અનેક સવાલો વચ્ચે આ બાજુ વડાપ્રધાન મોદી-પવારની મુલાકાત પર કોંગ્રેસને વાંધો પડ્યો છે. કોંગ્રેસે કહ્યું કે મોદી-પવારની મુલાકાતનો સમય યોગ્ય નથી. 

જુઓ LIVE TV

આ બાજુ કોંગ્રેસ(Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીએ(Sonia Gandhi) મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીની ગઠબંધન સરકાર બનાવવાને લઈને મંજૂરી આપી હોવાના અહેવાલો છે. એનસીપી સંસદ માજિદ મેમણે દાવો કર્યો છે. દિલ્હીમાં બુધવારે કોંગ્રેસ-એનસીપી નેતાઓ વચ્ચે બેઠક થઈ. બેઠકમાં શિવસેના-NCP-કોંગ્રેસ સરકાર બનાવવા માટે 16-15-12ના ફોર્મ્યુલા પર ચર્ચા થઈ. શિવસેના-NCP-કોંગ્રેસ સરકારમાં સીએમ સહિત કુલ 43 મંત્રીઓ હોઈ શકે છે. ફોર્મ્યુલા ત્રણેય પાર્ટીઓની વિધાનસભા બેઠકોની સંખ્યા પર આધારિત છે. NCPનો ફોર્મ્યુલા એ છે કે અઢી વર્ષ શિવસેનાનો જ્યારે અઢી વર્ષ NCPનો મુખ્યમંત્રી હોય. સ્પીકર કોંગ્રેસનો હોય કે પછી NCPનો એ ફોર્મ્યુલા ઉપર પણ આજે ચર્ચા થઈ. 

મહારાષ્ટ્રમાં સત્તાના સમીકરણ
પહેલું- ભાજપ સરકાર બનાવવાનો દાવો રજુ કરે
બીજુ- ભાજપ, શિવસેનાનું સમર્થન મેળવે
ત્રીજુ- ભાજપ શિવસેનાની શરતો માને
ચોથું- શિવસેના કોંગ્રેસ-એનસીપીનું સમર્થન મેળવે
પાંચમું- એનસીપી ભાજપને બહારથી સમર્થન આપે
છઠ્ઠુ- કોંગ્રેસ-એનસીપીને સરકારને શિવસેના બહારથી સમર્થન આપે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news