ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પર્દાપણ કરશે પાકિસ્તાનનો 16 વર્ષીય નશીમ શાહ
નશીમ શાહને પાકિસ્તાનના ફાસ્ટ બોલિંગ આક્રમણનું નવું ધારદાર હથિયાર માનવામાં આવી રહ્યું છે. ઘરેલૂ સર્કિટમાં તેને ખુબ આશા સાથે જોવામાં આવી રહ્યો છે.
Trending Photos
બ્રિસ્બેનઃ યુવા બોલર નશીમ શાહ (Naseem Shah) પાકિસ્તાન માટે ટેસ્ટ મેચ (pak vs Aus) રમનાર સૌથી યુવા ક્રિકેટરોમાં સામેલ થઈ જશે. પાકિસ્તાનના કેપ્ટન અઝહર અલીએ (Azhar ali)બુધવારે ખાતરી કરી કે 16 વર્ષનો આ ખેલાડી ગાબામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પર્દાપણ કરશે.
પાછલા સપ્તાહે નશીમની માતાનું અવસાન થઈ ગયું હતું પરંતુ તેણે પ્રવાસ પર ટીમની સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. તેણે પર્થમાં ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ આઠ ઓવરના સ્પેલમાં પ્રભાવિત કર્યાં હતા.
બ્રિસ્બેન ટેસ્ટમાં મળશે તક
અઝહરે બ્રિસ્બેનમાં સિરીઝની શરૂઆતી મેચ પહેલા કહ્યું, 'અમે ચોક્કસપણે તેને રમાડવા વિશે વિચારી રહ્યાં છીએ, તે ખરેખર સારી બોલિંગ કરી રહ્યો છે.' થોડા જ ખેલાડીઓએ 16 વર્ષની ઉંમરમાં પર્દાપણ કર્યું છે, જેમાં ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર સામેલ છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કરી હતી સારી બોલિંગ
નસીમે ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ પર્થમાં આઠ ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. તેંડુલકરે 16 વર્ષની ઉંમરમાં નવેમ્બર 1989મા પાકિસ્તાન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતુંય સૌથી નાની ઉંમરમાં ટેસ્ટ મેચ રમનાર પાકિસ્તાનનો હસન રજા છે, જેણે 1996મા 14 વર્ષની ઉંમરમાં પ્રથમ ટેસ્ટ રમી હતી, પરંતુ બાદમાં તેની જન્મતિથિને લઈને વિવાદ થયો હતો.
Emerging Teams Cup: રોમાંચક સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે હારી ભારતીય ટીમ
અખ્તરે કહી હતી પ્રશંસા
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે તેની ખુબ પ્રશંસા કરી હતી. અખ્તરે નસીમના ધૈર્ય અને સંયમની તુલના ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે કરી છે. અખ્તરે પોતાના યૂ-ટ્યૂબ ચેનલ પર કહ્યું, 'એક બોલર હોવાને નામે હું કહી શકું છું કે પાકિસ્તાનને એક મજબૂત બોલર મળી ગયો છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે