Rahul Gandhi એ 6 કારણ ગણાવતા કહ્યું 'મોદીના કારણે દેશ પરેશાન'

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ એકવાર ફરીથી કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરીને દેશની હાલત માટે પીએમ મોદીને જવાબદાર ઠેરવ્યાં છે. GDPમાં ઘટાડો, બેરોજગારી, નોકરી, કોરોના, GST જેવા તમામ મુદ્દાઓ માટે તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. 

Rahul Gandhi એ 6 કારણ ગણાવતા કહ્યું 'મોદીના કારણે દેશ પરેશાન'

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ એકવાર ફરીથી કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરીને દેશની હાલત માટે પીએમ મોદીને જવાબદાર ઠેરવ્યાં છે. GDPમાં ઘટાડો, બેરોજગારી, નોકરી, કોરોના, GST જેવા તમામ મુદ્દાઓ માટે તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. 

'મોદી નિર્મિત આફતો સામે ઝઝૂમી રહ્યો છે દેશ'
રાહુલ ગાંધીએ એકવાર ફરીથી ટ્વિટ કરીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધીને ગંભીર આરોપ લગાવ્યાં છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ભારત મોદી નિર્મિત આફતો સામે ઝઝૂમી રહ્યો છે. 

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યો 'ટ્વિટ એટેક'
રાહુલ ગાંધીએ 6 મુદ્દાઓ સામેલ કરીને કેન્દ્ર સરકાર પર આરોપ  લગાવ્યો કે મોદીએ બનાવેલી આફતોના કારણે ભારતને પરેશાની થઈ રહી છે. ટ્વિટ દ્વારા રાહુલે દેશની અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો, 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી, 12 કરોડ લોકોની નોકરી ગઈ, જીએસટી, અને કોરોના સંક્રમણના મુદ્દાઓ પર ભાર મૂક્યો. તેમણે લખ્યું...

1. દેશની અર્થવ્યવસ્થામાં ઐતિહાસિક ઘટાડો -23.0 ટકા
2. 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી
3. 12 કરોડ લોકોની નોકરી જતી રહી છે.
4. રાજ્યોને કેન્દ્ર સરકાર GST બાકી લેણા ચૂકવી શકતી નથી
5. દુનિયામાં સૌથી વધુ કોરોના સંક્રમણના કેસ અને મોત ભારતમાં છે. 
6. દેશની સરહદ પર બહારથી આક્રમણ થઈ રહ્યું છે. 

1. Historic GDP reduction -23.9%
2. Highest Unemployment in 45 yrs
3. 12 Crs job loss
4. Centre not paying States their GST dues
5. Globally highest COVID-19 daily cases and deaths
6. External aggression at our borders

— Rahul Gandhi (@RahulGandhi) September 2, 2020

અત્રે જણાવવાનું કે કોરોના સંક્ટ વચ્ચે દેશની અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 23.9 ટકાનો  ભારે ઘટાડો જોવા મળ્યો. હકીકતમાં National Statistics Office એ GSPના તાજા આંકડા જાહેર કર્યાં. જેમાં દુનિયાભરમાં ભારત બીજો એવો દેશ છે જ્યાં જીડીપીમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. જીડીપીમાં ગત વર્ષે આ ત્રિમાસિકમાં 5.2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 

JEE-NEETને લઈને પણ રાહુલે ઉઠાવ્યાં સવાલ
રાહુલ ગાંધીએ કેન્દ્ર પર ગત મંગળવારે જ એક ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે મોદી સરકાર ભારતના ભવિષ્યને જોખમમાં નાખી રહી છે. JEE-NEET ઉમેદવારોની ચિંતાની અનદેખી થઈ રહી છે. 

માત્ર રાહુલ ગાંધી જ નહીં પરંતુ દેશની GDPના આંકડા  બહાર આવ્યાં બાદ દરેક જણ કેન્દ્ર સરકારને સવાલ પૂછી રહ્યા છે. તમામ વિરોધ પક્ષો આ માટે ફક્ત અને ફક્ત મોદી સરકારને જ કારણભૂત ગણાવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

                                                                                        

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news