Farmers Protest: આ રીતે કૃષિ કાયદા પર ખેડૂતોના 'ભ્રમ' દૂર કરશે મોદી સરકાર
કેન્દ્ર સરકારે આજે એક બુકલેટ બહાર પાડી છે. આ બુકલેટમાં મોદી સરકારનો શીખ સમુદાય સાથે કેટલો ગાઢ સંબંધ રહ્યો છે તે જતાવવાની કોશિશ કરવામાં આવી છે. બુકલેટ દ્વારા દેખાડવામાં આવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી અને તેમની સરકારનો શીખ સમુદાય સાથે વિશેષ સંબંધ છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે આજે એક બુકલેટ બહાર પાડી છે. આ બુકલેટમાં મોદી સરકારનો શીખ સમુદાય સાથે કેટલો ગાઢ સંબંધ રહ્યો છે તે જતાવવાની કોશિશ કરવામાં આવી છે. બુકલેટ દ્વારા દેખાડવામાં આવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી અને તેમની સરકારનો શીખ સમુદાય સાથે વિશેષ સંબંધ છે.
આ બુકલેટમાં ખેડૂતો માટે મોદી સરકારે શું શું કર્યું છે તેનો પણ વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતો અંગે કેન્દ્રની મોદી સરકારના કાર્યોનું વિવરણ પણ છે.
કૃષિ સુધારા પર સહમતિ અને ભલામણનું વિવરણ પણ આ બુકલેટમાં છે. કેન્દ્ર સરકારે ખેડૂતો પર બુકલેટ બહાર પાડીને ખેડૂતોના ભ્રમ દૂર કરવાની કોશિશ કરી છે. આ બુકલેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ખેડૂતની તસવીર પણ લાગેલી છે. બુકલેટમાં નવા કૃષિ કાયદાના ફાયદા ગણાવવામાં આવ્યા છે અને ખેડૂતોનો વિશ્વાસ હાંસલ કરવાની કોશિશ કરાઈ છે.
બુકલેટમાં જણાવવામાં આવ્યા છે નવા કૃષિ કાયદાના લાભ...
- MSP પ્રણાલી ચાલુ રહેશે. કૃષિ કાયદો બન્યા બાદ સરકારે MSP માં વધારાની જાહેરાત કરી.
- MSP મંડીઓ પોતાનું કામ ચાલુ રાખશે.
- ખેડૂતો પોતાનો પાક ઈચ્છા મુજબ મંડીઓમાં કે તેની બહાર વેચી શકો છો.
- પાક ઉગાડતા પહેલા જ ખેડૂતો પોતાની ઉપજના ભાવ નક્કી કરી શકે છે.
- સમય પર ચૂકવણી ન કરવા બદલ ખરીદદારોએ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.
- ખેડૂત પોતાની મરજીથી સમજૂતિ ખતમ કરી શકે છે.
- આ પ્રયત્નોથી વધુ રોકાણ અને પાયાની સુવિધાઓ વિક્સિત થશે.
- ખેડૂતોની આવક વધશે અને ગ્રામીણ યુવાઓને રોજગારની તકો મળશે.
આ કાયદાથી શું નહીં થાય...
- MSP ખતમ નહીં થાય.
- APMC બજારો બંધ નહીં કરાય.
- કોઈ પણ કારણથી કોઈ વ્યક્તિ ખેડૂતોની જમીન લઈ શકશે નહીં.
- ખેડૂતોની જમીનમાં ખરીદદાર કોઈ પણ ફેરફાર કરી શકશે નહીં.
- ખરીદદાર ખેડૂતોને દગો આપી શકશે નહીં.
- ખરીદદાર સંપૂર્ણ ચૂકવણી કર્યા વગર સમજૂતિ ખતમ કરી શકશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે