સોનિયા ગાંધી રાહુલ ગાંધીની SPG સુરક્ષા હટાવાશે, અપાશે Z પ્લ્સ સુરક્ષા
કોંગ્રેસ (Congress) વડા સોનિયા ગાંધી (Sonia Gandhi), રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધીની (Priyanka Gandhi) એસપીજી (SPG) સુરક્ષા હટાવવા અંગે વિચારણા થઇ રહી છે.
Trending Photos
નવી દિલ્હી : ઐતિહાસિક નિર્ણયો લેવામાં અગ્રેસર મનાતી મોદી સરકાર (modi 2.0) વધુ એક મોટો નિર્ણય લેવા જઇ રહી છે. કોંગ્રેસ (Congress) વડા સોનિયા ગાંધી (Sonia Gandhi), રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધીની (Priyanka Gandhi) એસપીજી (SPG) સુરક્ષા હટાવવા અંગે વિચારણા થઇ રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા કરાઇ હોવાનું સામે આવી રહ્યું છે.
કોંગ્રેસ વડા સોનિયા ગાંધી, પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સહિત પ્રિયંકા ગાંધીની પણ એસપીજી સુરક્ષા હટાવાશે અને એમને સીઆરપીએફ અને ઝેડ પ્લ્સ સુરક્ષા આપવા અંગે નિર્ણય ટૂંક સમયમાં લેવાઇ શકે છે એવું સુત્રો જણાવી રહ્યા છે. મોદી સરકાર દ્વારા આ અગાઉ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહની એસપીજી સુરક્ષા હટાવાઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે