Gujarat Elections: ગુજરાત ચૂંટણી પહેલાં મોદી સરકારનો દાવ, PAK થી આવેલા હિંદુઓને લઇને આવ્યો આ નિર્ણય
Gujarat Elections 2022: ગૃહ મંત્રાલયે ચૂંટણીની તારીખો પહેલાં જ આ બે જિલ્લા કલેક્ટરોને આ અધિકાર આપી દીધો હતો. તેને ગુજરાત ચૂંટણી પહેલાં હિંદુત્વના રાજકારણનો મોટો દાવ ગણવામાં આવી રહ્યો છે.
Trending Photos
Indian Citizenship: ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાતના થોડા દિવસ પહેલાં જ ગૃહ મંત્રાલયે ગુજરાતના બે જિલ્લા આણંદ, મહેસાણા જિલ્લાના કલેક્ટરને આ અધિકાર આપ્યો કે તે ફક્ત પોતાના લેવલ પર તપાસ કરીને પાકિસ્તાનથી વિસ્થાપિત થઇને ભારત આવેલા હિંદુ પરિવારોને નાગરિકતા આપી દે. તેને ગુજરાત ચૂંટણી પહેલાં હિંદુત્વના રાજકારણના મોટા દાવ તરીકે જોવામાં આવી રહ્યો છે.
મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં એક કોલોની બનાવવામાં આવી છે જેને નામ આપવામાં આવ્યું છે સહકાર કોલોની. આ કોલોનીમાં લગભગ 27 એવા પરિવાર વસવાટ કરે છે જે પાકિસ્તાનથી વિસ્થાપિત થઇને ભારત આવ્યા છે. તેમાંથી કેટલાક 2017 માં આવ્યા છે તો કેટલાક 2019માં.
શરૂઆતમાં 45 દિવસના મળે છે વીઝા
શરૂઆતમાં તેમને 45 દિવસના વીઝા મળે છે, ત્યારબાદ 5 વર્ષના લોન્ગ ટર્મ વીઝા આપવામાં આવે છે અને પછી આ નાગરિકતા માટે અરજી કરી શકે છે. આ સાથે જ તેમને એક લોકલ વ્યક્તિની પણ જરૂર પડે છે જે આ લોકો માટે ગેરેન્ટરનું કામ કરે છે.
'પાકિસ્તાનમાં ન હતી આઝાદી'
ઝી ન્યૂઝની ટીમ આ સહકાર કોલોનીમાં તે જાણવા માટે પહોંચી કે હવે જ્યારે આ લોકો ભારત આવી ગયા છે, તો તેમનું જીવન કેવી ચાલી રહ્યું છે, પહેલાં જ્યારે આ પાકિસ્તાનમાં રહેતા હતા તો તેમને કઇ કઇ પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો. આ ઝી ન્યૂઝની ટીમને મળ્યા ધર્મા. ધર્માના દાદીજી ભાગલા સમયે પાકિસ્તાનમાં રહી ગયા હતા. આઝાદી પછી તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમને ફક્ત ઉર્ફૂ ભાષા લખતા આવડે છે. તેમના બાળકો માટે આગળ અભ્યાસની સુવિધા ન હતી, સાથે જ બાળકોની સુરક્ષાને લઇને હંમેશા ખતરો રહેતો હતો. જ્યારે ભારત-પાકિસ્તાનની મેચ થતી હતી, ત્યારે પણ આ લોકોને નિશાન પર રહેતા હતા, જ્યારે ભારત આવ્યા છે ત્યારેથી હિંદુ તહેવારોને ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે.
આ લોકો માટે હવે મોદીજી કોઇ ભગવાનથી કમ નથી. તેમને આશા છે કે તેમને જલદી જ ભારતનું નાગરિકત્વ મળી જશે. CAA કાયદો જે હિંદુ પરિવારો માટે ખૂબ મહત્વ ધરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે