Covid-19 વેક્સિનેશન કરાવો અને મેળવો 5 હજાર રૂપિયા જીતવાની તક, સરકારે લોન્ચ કરી કૉન્ટેસ્ટ
mygov.in પર ચાલી રહેલ કોન્ટેસ્ટમાં દરેક તે વ્યક્તિ ભાગ લઈ શકે છે જેણે વેક્સિનનો ડોઝ લઈ લીધો છે કે તેના પરિવારમાં કોઈ વેક્સિનેશન કરાવી ચુક્યુ છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus in india) એક વાર ફરી વધી રહ્યો છે. આ કારણે વધુમાં વધુ લોકોને વેક્સિન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકાર લોકોને વેક્સિન આપવાની સાથે વેક્સિનેશન કરાવવા માટે જાગરૂત કરી રહી છે. સરકાર પ્રયાસ કરી રહી છે કે લોકો વેક્સિનેશન માટે સામેથી આગળ આવે. વેક્સિનેશનની આ પ્રોસેસને ઝડપી બનાવવા માટે મોદી સરકારે એક કૉન્ટેસ્ટ શરૂ કરી છે, જે હેઠળ વેક્સિન લગાવનારને 5000 રૂપિયા જીતવાની તક આપવામાં આવી રહી છે. આવો અમે તમને જણાવીએ કે શું છે કોન્સર્ટ અને તમે કઈ રીતે 5000 રૂપિયા જીતી શકો છો.
કોણ લઈ શકે છે કોન્ટેસ્ટમાં ભાગ?
mygov.in પર ચાલી રહેલ કોન્ટેસ્ટમાં દરેક તે વ્યક્તિ ભાગ લઈ શકે છે જેણે વેક્સિનનો ડોઝ લઈ લીધો છે કે તેના પરિવારમાં કોઈ વેક્સિનેશન કરાવી ચુક્યુ છે.
કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે કરવું પડશે આ કામ
આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારે તમારો કે તમારા પરિવારના કોઈ સભ્યોનો વેક્સિન લેતો ફોટો શેર કરવો પડશે. આ ફોટોની સાથે તમારે ટેગલાઇન આપવી પડશે, જે વેક્સિનેશનનું મહત્વ જણાવે કે લોકોને વેક્સિન લગાવવા માટે પ્રેરણા આપે.
આ રીતે થશે કોન્સર્ટ માટે અરજી?
તમે ફોટો અને tagline વિચારી mygov.in વેબસાઇટ પર જાવ. આ કોન્ટેસ્ટના ઓપ્શનમાં માંગવામાં આવેલી જાણકારી ભરો અને તમારી એન્ટ્રી સબમિટ કરો. ત્યારબાદ સરકાર તરફથી બેસ્ટ ફોટો અને ટેગલાઇનની પસંદગી કરવામાં આવશે.
આ લોકોને મળશે 5000 રૂપિયા?
10 બેસ્ટ એન્ટ્રીને દર મહિને 5000 રૂપિયા આપવામાં આવશે. mygovના સત્તાવાર ટ્વીટમાં તેની જાણકારી આપવામાં આવી છે અને વિજેતા વિશે જણાવવામાં આવશે. જો તમારી એન્ટ્રીની પસંદગી કરવામાં આવે છે તો તમને 5000 રૂપિયા આપવામાં આવશે. મહત્વનું છે કે ઓ કોન્ટેસ્ટમાં તમે 31 ડિસેમ્બર 2021 સુધી એપ્લાઈ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે