મોદી કેબિનેટમાંથી આ 11 મંત્રીઓ થઈ શકે આઉટ! રાજસ્થાનમાંથી 2 સાંસદને મળી શકે છે સ્થાન
Narendra Modi: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી વીકે સિંહ મોદી સરકારમાં સતત બે વખત સાંસદ બન્યા. અત્યારે વીકે સિંહ રોડ ટ્રાન્સપોર્ટની સાથે નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં રાજ્યમંત્રી છે. તેમનો જન્મ 15 મે 1951ના રોજ થયો હતો. ઉંમર 71 વર્ષ અને 7 મહિના છે.
Trending Photos
Modi Cabinet Reshuffle 2023: બજેટ સત્રની શરૂઆત પહેલા મોદી કેબિનેટમાં કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે. કયા ચહેરાઓને સ્થાન મળશે અને કયા બાકાત રહેશે તે અંગે ઘણી અટકળો ચાલી રહી છે.. જો કે કોને સ્થાન આપવું અને કોને બાકાત કરવા આ અંગે હાલમાં પીએમ મોદી અને અમિત શાહ સિવાય જેપી નડ્ડા કે બીએલ સંતોષ જાણતા હશે. પરંતુ વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી સરકારમાં જે મંત્રીઓની ઉંમર વધી છે. તેને બાકાત કરાય તો કોઈ નવાઈ નહીં. મોદી સરકારમાં 75 વર્ષની ઉંમરને આધાર ગણવામાં આવી રહી છે. હાલમાં આવા 10 થી વધુ મંત્રીઓ છે જેમની ઉંમર 70 વર્ષથી વધુ છે.
મોદી સરકારમાં સોમ પ્રકાશ સૌથી મોટી ઉંમરના મંત્રી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી સોમ પ્રકાશનો જન્મ 3 એપ્રિલ 1949ના રોજ થયો હતો..તેમની ઉંમર 73 વર્ષ છે. આ સિવાય રાવ ઈન્દ્રજીત સિંહ એક મહિના પછી જ 73 વર્ષના થશે. હાલમાં તેઓ કેન્દ્ર સરકારમાં આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયમાં રાજ્યમંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે...તેમની પાસે આયોજન મંત્રાલયનો સ્વતંત્ર હવાલો છે. તેઓ 5 ટર્મથી સાંસદ છે.
1) ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી વીકે સિંહ મોદી સરકારમાં સતત બે વખત સાંસદ બન્યા. અત્યારે વીકે સિંહ રોડ ટ્રાન્સપોર્ટની સાથે નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં રાજ્યમંત્રી છે. તેમનો જન્મ 15 મે 1951ના રોજ થયો હતો. ઉંમર 71 વર્ષ અને 7 મહિના છે.
2) મોદી સરકારના સૌથી શક્તિશાળી મંત્રીઓમાંના એક રાજનાથ સિંહ છે. રાજનાથસિંહને 71 વર્ષ અને 5 મહિનાના થઈ ગયા છે. રાજનાથસિંહ હાલમાં લખનૌથી સાંસદ છે. મોદી સરકારના છેલ્લા કાર્યકાળમાં તેમની પાસે ગૃહ મંત્રાલયની જવાબદારી હતી. તેઓ અત્યાર સુધીમાં 6 વખત સાંસદ બન્યા છે.
3) મોદી સરકારમાં મંત્રી બનેલા હરદીપ સિંહ પુરીની ઉંમર પણ 70 વર્ષને વટાવી ગઈ છે. 15 ફેબ્રુઆરી 1952ના રોજ જન્મેલા પુરીની ઉંમર લગભગ 71 વર્ષની છે. હાલમાં યુપીથી રાજ્યસભાના સાંસદ છે. આ સિવાય મહારાષ્ટ્રના મજબૂત નેતા નારાયણ રાણેની ઉંમર પણ આ વર્ષે 10 એપ્રિલે 71 વર્ષની થશે. 10 એપ્રિલ 1952ના રોજ જન્મેલા નારાયણ રાણે મોદી સરકારમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી છે. આ ઉપરાંત પશુપતિ કુમાર પારસ જે હાજીપુરના સાંસદ છે. ફૂડ પ્રોસેસિંગ મંત્રી પશુપતિ કુમાર પારસ પણ 70 વર્ષથી વધુ ઉંમરના છે. 12 જુલાઈએ 71 વર્ષના થશે.
4) વિદેશ અને શિક્ષણ રાજ્ય મંત્રી રાજકુમાર રંજન સિંહ પણ 70 વર્ષથી વધુના થઈ ગયા છે. આ સિવાય બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહ, શ્રીપદ યેસો નાયક અને આરકે સિંહ આ યાદીમાં સામેલ છે. આરકે સિંહ બિહારના અરાહથી સાંસદ છે. ગિરિરાજ સિંહ બિહારના બેગુસરાયથી સાંસદ છે, જ્યારે શ્રીપદ યેસો નાયક 5 ટર્મથી સાંસદ છે. આ વખતે શ્રીપદ યેસો ઉત્તર ગોવાથી સાંસદ બન્યા છે.
5) મોદી સરકારમાં સૌથી યુવા મંત્રીઓની વાત કરીએ તો નિસિથ સૌથી યુવા મંત્રી છે. નિસિથ રમતગમત અને ગૃહ બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી છે. 31 ડિસેમ્બર સુધી તેમની ઉંમર 36 વર્ષ 11 મહિના હતી. આ સિવાય રેણુકા સિંહ અને શાંતનુ કુમાર પણ 40 વર્ષથી ઓછી ઉંમરના મંત્રીઓમાં સામેલ છે.
6) રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કેબિનેટ વિસ્તરણમાં રાજસ્થાનના મંત્રીઓને સ્થાન મળી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્તમાન મંત્રીને બાકાત કરાઈ શકે છે. તો બે સાંસદોને મંત્રી બનાવી શકાય છે. રાજ્યસભાના સાંસદ કિરોડીલાલ મીણા, ઉદયપુરના સાંસદ અર્જુનલાલ મીણાનું નામ મંત્રી બનાવવાની યાદીમાં સામેલ છે. આ ઉપરાંત આ રેસમાં રાજસમંદ સાંસદ દિયા કુમારીનું નામ પણ સામે આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે