Ayushman Bharat Yojana: મોદી સરકારની આ યોજનામાં મળે છે મફતમાં સારવાર, ગોલ્ડનકાર્ડ આપશે 5 લાખનો લાભ
કેન્દ્વ સરકારે પોતાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું વિસ્તારીત કર્યું છે. જેમાં અત્યાર સુધી 2.2 કરોડ લોકોને વિવિધ સેવાનો લાભ મળ્યો છે. શું તમે લાભ લીધો ? ના, તો જાણો કઈ રીતે મળશે મફતમાં સારવાર? .....
Trending Photos
કેન્દ્વ સરકારે પોતાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું વિસ્તારીત કર્યું છે. જેમાં અત્યાર સુધી 2.2 કરોડ લોકોને વિવિધ સેવાનો લાભ મળ્યો છે. શું તમે લાભ લીધો ? ના, તો જાણો કઈ રીતે મળશે મફતમાં સારવાર? ..... દેશમાં આયુષ્માન ભારત યોજના અંતગર્ત ઘણી ડિઝીટલ સેવાઓ લોન્ચ કરવામાં આવી છે. જેમાં આયુષ્માન ભારત અંતર્ગત લોકોને ફ્રીમાં સારવાર કરવામાં આવે છે. ચાલો આપને જણાવું કે આયુષ્માન યોજના શું છે ગોલ્ડન કાર્ડ કેમ જરુરી છે
સૌથી પહેલાં વાત
1) આયુષ્માન યોજના અંતર્ગત વિવિધ સેવાઓ શરૂ
સરકારે આ યોજના થકી હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક કિયોસ્ક, બેનેફિસરી ફેસિલાઈઝેશન એજન્સી, પીએમજેવાઈ કંમાન્ડ સેંન્ટર જેવી વઘારાની સેવાઓ શરૂ કરી છે.
2) અત્યાર સુધીમાં કરોડો લોકોએ યોજનાનો લાભ લીધો
યોજનાને લાગુ કરવા વાળી એજન્સીઓ રાષ્ટ્રીય સ્વાસ્થય પ્રાધિકરણનો ઉદ્દેશય લાભાર્થીઓ માટે યોજનાની સ્વાસ્થય સેવાઓનો લાભ ઉઠાવવાનું સરળ બનાવવાનું છે. આયુષ્માન ભારત યોજનામાં પાછલા 3 વર્ષોમાં કરોડો લોકોએ સ્વાસ્થય સેવા ક્ષેત્રમાં ડિઝિટલ ટેક્નોલોજીનો લાભ ઉઠાવ્યો છે
3) આયુષ્માન યોજના શું છે ?
આયુષ્માન ભારત ને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અથવા નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ અથવા મોદીકેરના નામથી જાણવામાં આવે છે. કેંન્દ્વ સરકાર આ યોજના અંતર્ગત 10 કરોડથી વધુ પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ વીમા ઉપલ્બધ કરાવી રહી છે .
4) સારવાર માટે જરૂરી છે ગોલ્ડન કાર્ડ
આ યોજના અંતગર્ત દેશના 10 કરોડ ગરીબ પરિવારોને કેંસર સહિત 1300થી વધુ બીમારીઓનું નિઃશુલ્ક અને દરેક પરિવારોને 5 લાખ રૂપિયા સુધી વીમો કવર કરવામાં આવે છે. તો તમારી પાસે ગોલ્ડન કાર્ડ હોવું જરૂરી છે. આ કાર્ડને આયુષ્માન કાર્ડથી ઓળખવામાં આવે છે.
ગોલ્ડન કાર્ડ બનાવવું છે આસાન
જો તમારું નામ આયુષ્યમાન ભારત યોજનામાં છે અને આપ ગોલ્ડન કાર્ડ બનાવવા માંગતાં હોવ, તો તમારે આ યોજનામાં સમાવેલી હોસ્પિટલ અથવા જન સેવા કેન્દ્વનો સંપર્ક કરવો પડશે. ગ્રામીણ ક્ષેત્રોમાં કાર્ડ બનાવવા માટે જનસેવા કેન્દ્વો બનાવવામાં આવ્યાં છે.જ્યાંથી આપ આ કાર્ડને બનાવી શકશો. કાર્ડ બનાવવા પહેલા માત્ર 30 રૂપિયા આપવા પડશે અને સાથે રાશન કાર્ડ અને આધારકાર્ડ અને મોબાઈલ નંબર જણાવવો પડશે
આયુષ્માન ભારત હેલ્પલાઈન નંબર
આપ આ નંબરો પર આ વાતની પુષ્ટી કરી શકો છો કે, આપ આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી છો કે નહી. હેલ્પલાઈનનો નંબર છે 14555... આના પર દર્દી આયુષ્માન ભારત યોજનાની જાણકારી પણ લઈ શકે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો એક વધુ હેલ્પલાઈન નંબર 1800 111 565 પણ છે. આ નંબરો 24 કલાક ચાલુ રહે છે... જયાં આપને જોઈતી તમામ માહીતી મળી રહેશે....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે