વન નેશન-વન ઈલેક્શન પર રામનાથ કોવિંદ રિપોર્ટને મોદી કેબિનેટની મંજૂરી

વન નેશન વન ઈલેક્શનના પ્રસ્તાવને મોદી કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. અત્રે જણાવવાનું કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વવાળી સમિતિએ વન નેશન વન ઈલેક્શનની સંભાવનાઓ પર માર્ચમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. 

વન નેશન-વન ઈલેક્શન પર રામનાથ કોવિંદ રિપોર્ટને મોદી કેબિનેટની મંજૂરી

વન નેશન વન ઈલેક્શનના પ્રસ્તાવને મોદી કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. અત્રે જણાવવાનું કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વવાળી સમિતિએ વન નેશન વન ઈલેક્શનની સંભાવનાઓ પર માર્ચમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં જે સૂચનો આપવામાં આવ્યા હતા તે મુજબ પહેલા પગલાં તરીકે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવી જોઈએ. 

સમિતિમાં મળી મંજૂરી
વન નેશન વન ઈલેક્શન માટે એક સમિતિ બનાવવામાં આવી હતી જેના ચેરમેન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હતા. કોવિંદે પોતાનો રિપોર્ટ સોંપ્યો જેના પર મોદી કેબિનેટમાં ચર્ચા બાદ સર્વસંમિતિથી મંજૂરી આપવામાં આવી. જો કે આગળ સફર હજુ સરળ નથી. આ માટે બંધારણીય સંશોધન અને રાજ્યની મંજૂરી મળવી પણ જરૂરી છે. ત્યારબાદ તેને લાગૂ કરવામાં આવશે. 

શું છે સમિતિની ભલામણ?
સમિતિએ આપેલા રિપોર્ટ મુજબ પહેલા પગલાં તરીકે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવી જોઈએ. સમિતિએ આગળ ભલામણ કરી છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભા ચૂંટણીઓ એક સાથે પૂરી થાય તેના 100 દિવસની અંદર સ્થાનિક ચૂંટણીઓ પર કરાવવી જોઈએ. જેનાથી સમગ્ર દેશમાં એક નિશ્ચિત સમયગાળામાં તમામ સ્તરની ચૂંટણી કરાવી શકાશે. હાલમાં રાજ્ય વિધાનસભાઓ અને લોકસબાની ચૂંટણી અલગ અલગ રીતે આયોજન થાય છે. 

શિયાળુ સત્રમાં બિલ આવશે
એક દેશ એક ચૂંટણી પર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના રિપોર્ટને આજે નરેન્દ્ર મોદી કેબિનેટની મંજૂરી મળી ગઈ. એવું માનવામાં આવી રહ્યું છે કે હવે કેન્દ્ર સરકાર આ શિયાળુ સત્રમાં સંસદમાં બિલ લાવશે. જો કે આ બંધારણીય સંશોધન બિલ છે અને તેના માટે રાજ્યોની સહમતિ પણ જરૂરી છે. 2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે વન નેશન વન ઈલેક્શનનું વચન આપ્યું હતું. 

અત્રે જણાવવાનું કે પીએમ મોદી લાંબા સમયથી વન નેશન વન ઈલેક્શનની વકિલાત કરતા આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે હું તમામને એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંકલ્પને મેળવવા માટે એક સાથે આવવાની અપીલ કરું છું, જે સમયની માંગણી છે. લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે સરકારોના પૂરા પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટણીઓ જ થતી રહે એવું ન હોવું જોઈએ. તેમણે કહ્યું હતું કે હું હંમેશા કહું છું કે ચૂંટણી ફક્ત ત્રણ કે ચાર મહિના માટે હોવી જોઈએ. પૂરા 5 વર્ષ રાજનીતિ હોવી જોઈએ નહીં. તેનાથી ચૂંટણી કરાવવાના ખર્ચામાં પણ ઘટાડો થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news