કોલ માઈનિંગ ક્ષેત્રમાં 100 ટકા સીધા વિદેશી મૂડી રોકાણને મોદી મંત્રીમંડળની મંજુરી

કેન્દ્રીય મંત્રીમંડળની બુધવારે મળેલી બેઠકમાં દેશના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે કેટલાક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં સીધા વિદેશી મૂડી રોકામ સંબંધિત નિર્ણયોનો પણ સમાવેશ થાય છે 
 

કોલ માઈનિંગ ક્ષેત્રમાં 100 ટકા સીધા વિદેશી મૂડી રોકાણને મોદી મંત્રીમંડળની મંજુરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કોલ માઈનિંગ અને તેના વેચાણ માટે 100 ટકા વિદેશી રોકાણને મંજુરી આપી છે. આ સાથે જ તેની સાથે સંકળાયેલા કાર્યો જેમ કે કોલસાનું પરિવહન વગેરેમાં પણ 100 ટકા સીધા વિદેશી રોકાણને મંજુરી આપવામાં આવશે. મોદી સરકારની બુધવારે મળેલી મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની રેલવે અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે માહિતી આપી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદ પછી પીયુષ ગોયલે જણાવ્યું કે, સૌથી પહેલો ફેરફાર કરતા કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં 100 ટકા સીધા વિદેશી રોકાણ (FDI)ને મંજુરી આપવામાં આવી છે. હવે બહારના લોકો ભારતમાં આવીને પોતાનો સમાન બનાવી શકશે. 

— ANI (@ANI) August 28, 2019

પીયુષ ગોયલે જણાવ્યું કે, ભારતમાં 286 બિલિયન ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે. વિદેશી કંપનીઓ ભારતને ઉત્પાદન યુનિટ બનાવવા માગે છે, પરંતુ તેના કાયદામાં કેટલીક મુશ્કેલીઓ હતી, જેને આજે ઉદાર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ નિર્ણયના કારણે મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ આવશે. જેનો સીધો ફાયદો દેશના અર્થતંત્રને થશે અને મોટી સંખ્યામાં યુવાનોને રોજગાર મળશે. 

પીયુષ ગોયલે વધુમાં જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળે સિંગલ બ્રાન્ડ રીટેલ ક્ષેત્ર માટે FDIના નિયમોને વધુ ઉદાર બનાવ્યા છે. તેમાં 30 ટકા ઘરેલુ ખરીદીની વ્યાખ્યાનું વિસ્તરણ કરાયું છે. જેના કારણે ભારતમાં રીટેલ ક્ષેત્રે પણ નવું વિદેશી રોકાણ આવશે અને તેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news