પટણા: વધી રહી છે મોબ લિંચિંગની ઘટનાઓ, ટોળાએ બે શીખોને 'બચ્ચા ચોર' સમજી માર્યા
બિહારમાં મોબ લિંચિંગની ઘટનાઓ ઓછી થવાનું નામ લેતી નથી. એક તાજો મામલો પટણાના દીઘા પોલીસ સ્ટેશન હદના ગાંધીનગરનો છે.
Trending Photos
પટણા: બિહારમાં મોબ લિંચિંગની ઘટનાઓ ઓછી થવાનું નામ લેતી નથી. એક તાજો મામલો પટણાના દીઘા પોલીસ સ્ટેશન હદના ગાંધીનગરનો છે. જ્યાં બે શીખ શ્રદ્ધાળુઓ મોબ લિંચિંગનો ભોગ બન્યાં.
વાત જાણે એમ હતી કે પંજાબ અને દિલ્હીમાં રહેતા બે શીખ વેપારીઓને બચ્ચા ચોર સમજીને ભીડે મારવાનું શરૂ કરી દીધુ. વિકી સિંહ અને કરનાલના રહીશ તેમના સાથી વેપારી ગુરુદ્વારામાં દર્શન કરવા માટે આવ્યાં હતાં. પરંતુ દીઘા વિસ્તારમાં તેમને સ્થાનિક લોકોએ બચ્ચા ચોર સમજીને માર માર્યો. ઘટનાની જાણકારી જ્યારે દીઘા પોલીસને મળી ત્યારબાદ તેમણે ઘટનાસ્થળે પહોંચીને શીખ વેપારીઓને ભીડમાંથી બહાર કાઢ્યાં અને પટણાના પીએમસીએચ હોસ્પિટલમાં દાખલ કર્યાં.
જુઓ LIVE TV
આ મામલાની ગંભીરતા જોતા પટણા પોલીસના અનેક ટોચના અધિકારીઓ પીએમસીએચ ઘાયલ શીખ વેપારીને જોવા પહોંચ્યાં અને પૂછપરછ દરમિયાન શીખ વેપારીએ જણાવ્યું કે ગુરુનાનક દેવજીનું કાર્ડ અમે વહેંચી રહ્યાં હતાં અને લોકોએ બચ્ચા ચોર સમજીને પીટાઈ શરૂ કરી દીધી. જ્યારે અમે લોકોને કહ્યું કે અમે લોકો આવું કામ કરતા નથી. લોકોએ અમારું જરાય ન સાંભળ્યું અને પીટાઈ શરૂ કરી દીધી. પોલીસવાળા ન આવત તો અમને મારી નાખત.
પટણાના સીટી એસપીએ જણાવ્યું કે પંજાબથી બે વ્યક્તિ દીઘા વિસ્તારમાં દર્શન કરીને પાછા ફરી રહ્યાં હતાં ત્યારે ત્યાં લગભગ દોઢ સોની સંખ્યામાં લોકોએ બંનેને માર્યા છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે કેટલાક લોકોને બચ્ચા ચોરીનો શક ગયો અને આ કારણે મારપીટ કરી. આ લોકો વેપારી છે અને તેઓ દર્શન કરવાની સાથે સાથે પ્રચાર પ્રસાર પણ કરી રહ્યાં હતાં. હાલ બંને વેપારીઓની પટણાની પીએમસીએચમાં સારવાર ચાલી રહી છે. વિક્કી સિંહના સાથીને ગંભીર ઈજાઓ થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે