Mithun Chakraborty: આ 2 ફિલ્મી ડાયલોગના કારણે મિથુન ચક્રવર્તી મુશ્કેલીમાં? કોલકાતા પોલીસે 45 મિનિટ સુધી કરી પૂછપરછ
ભડકાઉ ભાષણ મામલે કોલકાતા પોલીસે ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા અને ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ની વર્ચ્યુઅલ રીતે પૂછપરછ કરી.
Trending Photos
કોલકાતા: ભડકાઉ ભાષણ મામલે કોલકાતા પોલીસે ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા અને ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ની વર્ચ્યુઅલ રીતે પૂછપરછ કરી. કોલકાતા પોલીસના અધિકારીઓએ મિથુનની લગભગ 45 મિનિટ સુધી પૂછપરછ કરી.
મિથુન ચક્રવર્તી ગયા હતા કોલકાતા હાઈકોર્ટ
મિથુન ચક્રવર્તીએ આ અગાઉ કોલકાતા હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા અને આઈપીસીની કલમ 504, 505, 153એ, 120બી હેઠળ તેમના વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાની માગણી કરી હતી. જો કે કોર્ટે તેમને તપાસમાં વર્ચ્યુઅલ રીતે સામેલ થવાનું કહ્યું હતું.
ચૂંટણી પ્રચાર દરમિયાન આપ્યું હતું ભડકાઉ ભાષણ
અત્રે જણાવવાનું કે મિથુન ચક્રવર્તીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન આયોજિત રેલીમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. ત્યારબાદ કોલકાતાના માનિકતલ્લા પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી.
મિથુન ચક્રવર્તીએ શું કહ્યું હતું ભાષણમાં?
માણિકતલ્લા પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઈઆરમાં દાવો કરાયો છે કે 7 માર્ચના રોજ આયોજિત રેલીમાં મિથુન ચક્રવર્તીએ મારબો એકહને લાશ પોરબે શોશાને (તમને અહીં મારીશ તો લાશ સ્મશાનમાં પડશે) અને એક છોબોલે છોબી (સાંપના એક દંશથી તમે તસવીરમાં કેદ થઈ જશો) કહ્યું હતું. અત્રે જણાવવાનું કે બંને ફિલ્મી ડાયલોગ છે અને તેના કારણે હવે મિથુન ચક્રવર્તી મુશ્કેલીમાં આવી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે