કાનપુરમાં બાળકી પર ચાર બાળકોનો ગેંગરેપ: પોલીસથી માંડી મનોવૈજ્ઞાનિકો પરેશાન

કાનપુરમાં ચાર બાળકોએ પોર્ન ફિલ્મ જોયા બાદ બાળકી સાથે અપ્રાકૃતિક સેક્સ કર્યું, કેસ દાખલ થઇ ચુક્યો છે પરંતુ કાર્યવાહી કરવી જોઇએ કે નહી તે મુદ્દે અવઢવ

કાનપુરમાં બાળકી પર ચાર બાળકોનો ગેંગરેપ: પોલીસથી માંડી મનોવૈજ્ઞાનિકો પરેશાન

કાનપુર : કાનપુરમાં ચાર નાના બાળકો પર એક બાળકી પર સામૂહિક દુષ્કર્મ કરવાનાં આરોપમાં POCSO એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી બાળકોની ઉંમર 6-10 વર્ષની વચ્ચે છે. ગામની પંચાયતમાં આરોપી બાળકોએ પોતાનો ગુનો કબુલી લીધો છે. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓ પણ વિમાસણમાં પડ્યા હતા. સાથે રહેલા મનોવૈજ્ઞાનિકો પણ બે ઘડી વિચારતા થઇ ગયા હતા. 

બાળકોએ પોર્ન જોઇને અકુદરતી સેક્સ કર્યું.
આ ઘટના કાનપુરનાં મહારાજપુરીમાં બની છે. આ એક ખેડૂતની ચાર વર્ષની પુત્રી ઘરની બહાર રમી રહી હતી. ત્યારે તેનાં પાડોશમાં રહેતા છથી દસ વર્ષની આયુના ચાર બાળકોએ તેને રમવાના બહાને પાસના એક ખાલી પ્લોટમાં લઇ ગયા હતા અને તેની સાથે સામુહિક રીતે અશ્લીલતા કરી હતી. આ બાળકો પોતાના ઘરેથી કોઇ મોટા વ્યક્તિનો મોબાઇલ ફોન ચોરીને લાવ્યા હતા જેમાં પોર્ન ફિલ્મ અપલોડ હતી. આ ફિલ્મ જોઇને તેની નકલ કરતા અબોધ બાળકી સાથે અપ્રાકૃતિક સેક્સ કરવામાં આવ્યું. 

આ ઘટના બાદ બાળકી પોતાના ઘરે પહોંચી ગઇ હતી, જો કે તેના નાજુક અંગોમાંથી લોહી વહી રહ્યું હતું. ખેડૂત દંપત્તીને લાગ્યું કે રમત રમતમાં તે ક્યાંય પડી હશે અને તેનાં પેટમાં ઘા વાગ્યો હશે.તેઓ તેને લઇને હોસ્પિટલ ગયા હતા. દવાથી થોડો આરામ મળ્યા બાદ આ બાળકીએ પોતાનાં માતા-પિતાને જે જણાવ્યું તે સાંભળીને તેના માતા -પિતા અને ડોક્ટર્સનાં પગ નીચેથી જમીન ખસી ગઇ હતી.

પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ
બાળકીનાં પિતાએ આરોપી બાળકોનાં ઘરના લોકોને ફરિયાદ કરી તો તેમણે આ ખોટુ હોવાનું કહીને ભગાડી દીધા હતા. જેનાં કારણે આની ફરિયાદ કરવા માટે ગામલોકોને કરી અને પંચાયત બોલાવાઇ. પુછપરછ દરમિયાન તમામ આરોપી બાળકોએ ગુનો કબુલ કરી લીધો હતો. આ કબુલનામાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું. પીડિત પિતાએ રાત્રે જ મહારાજપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. પહેલા નજરમાં આરોપ યોગ્ય હોવાનું લાગતા પોલીસે IPC અને પોક્સો હેઠળ કેસ દાખલ કર્યો છે. 

આરોપી બાળકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા.
હાલ ચારેય બાળકોને કસ્ટડીમાં રખાયા છે. આરોપી બાળકોને કિશોર ન્યાયબોર્ડની સામે રજુ કરવામાં આવશે. આ મુદ્દે રાજકીય મનોવિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આજના બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ ખુબ જ ઝડપથી થઇ રહ્યો છે. તેઓ પોતાની ચારે તરફ જે જુએ છેતેનેપોતાનાં જીવનમાં વ્યવહાર તરીકે ઉતારવા માંગે છે. આ કેસમાં તેમણે પોર્ન ફિલ્મમાં જે કાંઇ પણ જોયું તેને પ્રેક્ટિકલી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમની ઉંમર અને શારીરિક વિકાસ તેને અનુકુળ નહોતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news