#Me Too : જાણીતી કોમેડિયન કનિઝ સુરકાએ અદિતી મિત્તલ પર જાતીય દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો

અદિતી મિત્તલ #Me Too અભિયાનની સક્રિય તરફદાર છે અને સોશિયલ મીડિયા પર જાતીય અત્ચાચારીઓની ઝાટકણી કાઢતી આવી છે 

#Me Too : જાણીતી કોમેડિયન કનિઝ સુરકાએ અદિતી મિત્તલ પર જાતીય દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો

નવી દિલ્હીઃ એક અત્યંત આઘાતજનક ઘટનામાં જે કોમેડિયન #Me Too અભિયાનની તરફેણ કરતી આવી છે અને સોશિયલ મીડિયા પર જાતીય અત્યાચારીઓની ઝાટકણી કાઢતી આવી છે તેવી અદિતી મિત્તલ પર જ તેની સાથી કોમેડિયન કનિઝ સુરકાએ જાતીય દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે.

ટ્વીટર પર એક લાંબી પોસ્ટમાં કનિઝે આરોપ લગાવ્યો છે કે બે વર્ષ પહેલાં એક કોમેડી શો દરમિયાન દર્શકોની સામે તેણે મને બળજબરીપૂર્વક ચુંબન કર્યું હતું. 

કનિઝે ટ્વીટર પર લખ્યું છે કે, "100 જેટલા દર્શકો અને અન્ય કોમેડિયનની હાજરીમાં અદિતી ચાલીને સ્ટેજ પર આવી હતી અને બળજબરીપૂર્વક તેણે મારા મોઢા પર ચુંબન કર્યું હતું અને તેની જીભને મારા મોઢાની અંદર નાખી દીધી હતી. હું સ્ટેજ પર ઊભી હતી અને તેણે મારી મંજુરી વગર આ ક્રિયા કરી હતી."

કનિઝે ટ્વીટર પર મુકેલી પોસ્ટ અહીં નીચે વાંચો. 

— Kaneez Surka (@kaneezsurka) October 10, 2018

કનિઝે વધુમાં લખ્યું છે કે, આ ઘટના બાદ અદિતીએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પહેલાં તેણે આ અંગે માફી માગી હતી અને પછી પાછળથી તે ફરી ગઈ હતી. 

તેણે લખ્યું કે, "દરેક વ્યક્તિને પોતાની પસંદગી અને મર્યાદાઓ હોય છે અને તેણે મારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે." 

કનિઝે વધુમાં લખ્યું છે કે, તેણે જોયું કે જ્યારે મિત્તલને ટ્વીટર પર જાતીય અત્યાચારીઓ અને સતામણી કરનારાઓ સામે સક્રિય રીતે ભાગ લેતાં જોઈ ત્યારે એક મિત્ર દ્વારા મેં મારી સાથે કરેલા કૃત્ય અંગે જાહેરમાં માફી માગવા માટે કહેવડાવ્યું હતું, પરંતુ તેણે મારા મોઢા પર ચુંબન કર્યું હોવાની વાતનો જ ઇનકાર કરી દીધો હતો. 

કનિઝે પોસ્ટમાં લખ્યું છે કે, "ટ્વીટર પર મી ટૂ અભિયાનની ચેમ્પિયન તરીકે તેનું નામ દરેક જગ્યાએ વાંચ્યાં બાદ મને ઘણું જ દુઃખ થયું હતું. ગઈકાલે અમારા કોમન મિત્ર દ્વારા મેં તેની સાથે ફરીથી વાત કરી હતી અને જાહેરમાં માફી માગીને મને આઘાતમાંથી બહાર આવવા મદદ કરવા જણાવ્યું હતું. તેણે આ બાબતે પહેલાં પણ સ્વિકાર્યું હોવા છતાં હવે એ બાબતથી ફરી ગઈને કહ્યું કે, તેણે મારા મોઢા પર કોઈ કિસ કરી જ નથી. મારા પર ગુસ્સે થઈને આ અંગે ક્રોસ ચેક કરવા જણાવ્યું હતું."

સુરકાએ સાથે જ એક નોંધ પણ લખી છે કે, તેની આ પોસ્ટ પુરુષોને તેમનાં એજન્ડા પુરા કરવા માટેની કોઈ તક નથી. "આ વળતર માટે પોસ્ટ કરી નથી, પરંતુ સ્વમાનની લાગણી દુભાવા અંગે પોસ્ટ કરી છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news