#MeToo માં ફસાયા પૂર્વ શ્રીલંકન કેપ્ટન અર્જુન રણતુંગા, ભારતીય એર હોસ્ટેસે લગાવ્યો આરોપ
મહિલાએ લખ્યું- તેની પાસેથી છૂડ્યા બાદ હું રિસેપ્શનમાં પહોંચી અને અર્જુન રણતુંગાની ફરિયાદ કરી હતી. પરંતુ ત્યાં હોટલ સ્ટાફે મને તે કહીને ઈનકાર કરી દીધો કે આ તારો વ્યક્તિગત મામલો છે. અમે કશું ન કરી શકીએ.
Trending Photos
નવી દિલ્હીઃ પૂર્વ શ્રીલંકન કેપ્ટન અને પ્રધાન અર્જુન રણતુંગા પણ #MeToo મામલામાં ફાસાતા જોવા મળી રહ્યાં છે. એક ભારતીય એર હોસ્ટેલે સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો કે એક હોટલમાં રણતુંગાએ તેની સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. એર હોસ્ટેસે તે પણ લખ્યું કે, તેણે હોટેલ સ્ટાફને આ વિશે ફરિયાદ કરી હતી પરંતુ સ્ટાફે તે કહેતા મદદ કરવાનો ઈનકાર કરી દીધો કે આ તમારો વ્યક્તિગત મામલો છે.
એર હોસ્ટેસે લખ્યું, મને અને મારી સહકર્મીને મુંબઈની હોટલ જુહૂ સેંતૂરમાં ભારત અને શ્રીલંકાના ક્રિકેટરો દેખાયા. અમે ઓટોગ્રાફ લેવાના ઈરાદાથી તેમની પાસે ગયા હતા. મારી સાથી એક ભારતીય ક્રિકેટરની સાથે સ્વિમિંગ પૂલ તરફ ચાલી ગઈ હતી. હું જ્યારે એકલી હતી તો રણતુંગા મારી કમરને પકડી અને મારા બ્રેસ્ટને પકડવા લાગ્યા. મેં તેમના પગ પર લાત મારીને મને છોડાવી હતી.
મહિલાએ લખ્યું- તેની પાસેથી છૂડ્યા બાદ હું રિસેપ્શનમાં પહોંચી અને અર્જુન રણતુંગાની ફરિયાદ કરી હતી. પરંતુ ત્યાં હોટલ સ્ટાફે મને તે કહીને ઈનકાર કરી દીધો કે આ તારો વ્યક્તિગત મામલો છે. અમે કશું ન કરી શકીએ.
ઉલ્લેખનીય છે કે અર્જુન રણતુંગાને શ્રીલંકાના સૌથી મહાન ક્રિકેટરોમાં ગણવામાં આવે છે. તેમના નામે 5,105 ટેસ્ટ રન અને 7,456 વનડે રન છે. રણતુંગાની આગેવાનીમાં શ્રીલંકાએ 1996નો વિશ્વકપ જીત્યો હતો. આ સમયે તેઓ શ્રીલંકાની સરકારમાં પેટ્રોલિયમ પ્રધાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે