મહેબુબાનો પાક પ્રેમ જાગ્યો, કહ્યું, પાકિસ્તાને પોતાના પરમાણુ બોમ્બ ઈદ માટે નથી રાખ્યા
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ એક ચૂંટણી સભામાં જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાનની પરમાણુ બોમ્બની ધમકીથી ડરતું નથી. ભારતે પાકિસ્તાનની ધમકીઓથી ડરવાની નીતિ છોડી દીધી છે
Trending Photos
શ્રીનગરઃ પીડીપીના અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ પરમાણુ બોમ્બને રાજકીય ચર્ચામાં લાવતાં સોમવારે વડાપ્રધાન મોદી પર નિશાન તાકતા કહ્યું કે, જો ભારતે પરમાણુ બોમ્બ દિવાળી માટે નથી રાખ્યા તો પાકિસ્તાને પણ તેને ઈદ માટે રાખ્યા નથી. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના બાડમેરમાં વડાપ્રધાન મોદીએ એક ચૂંટણી સભામાં જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાનની પરમાણુ બોમ્બની ધમકીથી ડરતું નથી. ભારતે પાકિસ્તાનની ધમકીઓથી ડરવાની નીતિ છોડી દીધી છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, "પાકિસ્તાન વારંરવાર પરમાણુ બોમ્બની ધમકી આપતું હતું. તેઓ કહેતા હતા કે અમારી પાસ પરમાણુ બટન છે. તો ભારત પાસે શું છે? શું અમે તેને દિવાળી માટે રાખ્યા છે?"
મુફ્તીએ ટ્વીટ કર્યું કે, જો ભારતે દિવાળી માટે પરમાણુ બોમ્બ નથી રાખ્યા તો સ્વાભાવિક છે કે, પાકિસ્તાને પણ પોતાના પરમાણુ બોમ્બ ઈદ માટે રાખ્યા નથી. વડાપ્રધાન મોદી આ પ્રકારની નિરર્થક વાતો કરીને જાહેર ચર્ચાનું સ્તર શા માટે નીચે લઈ જઈ રહ્યા છે?
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના બાડમેરમાં વડાપ્રધાન મોદીએ એક ચૂંટણી સભામાં જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાનની પરમાણુ બોમ્બની ધમકીથી ડરતું નથી. ભારતે પાકિસ્તાનની ધમકીઓથી ડરવાની નીતિ છોડી દીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે