મોદી સરકારના નિર્ણયોથી મહેબુબા અને ઉમર ફફડ્યા, કહ્યું-આવશે ખુબ ખતરનાક પરિણામ

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 (1) સિવાયના તમામ ખંડોને ખતમ કરવાના સંકલ્પ બાદ રાજ્યની રાજકીય પાર્ટીઓએ તેનો વિરોધ શરૂ કરી દીધો છે. એક ખાસ ગેઝેટ નોટિફિકેશનથી કલમ 35એ તો હટી જ ગઈ છે. મહેબુબા મુફ્તીએ આ તમામ ઐતિહાસિક નિર્ણયો પર નિવેદન આપતા આજના આ દિવસને ભારતીય લોકતંત્રના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો. આ બાજુ નેશનલ કોન્ફરન્સના કાર્યકારી અધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ આ નિર્ણયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયના ખુબ ખતરનાક પરિણામો આવશે. 

મોદી સરકારના નિર્ણયોથી મહેબુબા અને ઉમર ફફડ્યા, કહ્યું-આવશે ખુબ ખતરનાક પરિણામ

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 (1) સિવાયના તમામ ખંડોને ખતમ કરવાના સંકલ્પ બાદ રાજ્યની રાજકીય પાર્ટીઓએ તેનો વિરોધ શરૂ કરી દીધો છે. એક ખાસ ગેઝેટ નોટિફિકેશનથી કલમ 35એ તો હટી જ ગઈ છે. મહેબુબા મુફ્તીએ આ તમામ ઐતિહાસિક નિર્ણયો પર નિવેદન આપતા આજના આ દિવસને ભારતીય લોકતંત્રના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો. આ બાજુ નેશનલ કોન્ફરન્સના કાર્યકારી અધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ આ નિર્ણયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયના ખુબ ખતરનાક પરિણામો આવશે. 

— Mehbooba Mufti (@MehboobaMufti) August 5, 2019

મહેબુબા મુફ્તીએ અમિત શાહ દ્વારા સંસદમાં પ્રસ્તાવ રજુ થયો તેના તુરંત બાદ ટ્વીટ કરીને કહ્યું કે આજનો દિવસ ભારતીય લોકતંત્રના ઈતિહાસનો કાળો દિવસ છે. આજે 1947ની તત્કાલિન જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા ટુ નેશન થીયરીને રિજેક્ટ કરવાનો ફેસલો ખોટો સાબિત થયો છે. સરકાર દ્વારા કલમ 370 ખતમ કરવાનો નિર્ણય સંપૂર્ણ પણે ગેરકાયદે અને ગેરબંધારણીય છે. 

— ANI (@ANI) August 5, 2019

એક અન્ય ટ્વીટરમાં મહેબુબાએ કહ્યું કે હું પહેલેથી મારા ઘરમાં નજરકેદ છું. અને મને કોઈને મળવાની આઝાદી નથી. હું શ્યોર નથી કે મને કેટલીવાર બધાને મળવાની ઈજાજત મળશે. શું આ એ ભારત છે જેમાં અમારો વિલય કરાયો હતો. 

ખતરનાક પરિણામો આવશે- ઉમર
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના કાર્યકારી અધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ આ મામલે પ્રતિક્રિયા આપતા પોતાના નિવેદનમાં કહ્યું કે ભારત સરકાર દ્વારા લેવાયેલા એકપક્ષીય અને ચોંકાવનારા નિર્ણયે તે વિશ્વાસ સાથે દગો કર્યો છે જેની સાથે રાજ્યના લોકો વર્ષ 1947માં ભારતની સાથે આવ્યાં હતાં. એક નિર્ણયના દુરગામી અને ખુબ ગંભીર પરિણામ આવશે કેન્દ્રનો આ ફેંસલો એક પક્ષીય, ગેરકાયદે અને ગેરબંધારણીય છે અને નેશનલ કોન્ફરન્સ તેને પડકારશે. 

જુઓ LIVE TV

પીડીપી સાંસદે સંસદમાં ફાડ્યો કૂર્તો
જમ્મુ અને કાશ્મીરને લઈને છેલ્લા કેટલાક દિવસથી જે અસમંજસ હતી તે આજે ગૃહમંત્રી અમિત શાહની રજુઆત બાદ દૂર થઈ છે. તેમણે રાજ્યસભામાં આર્ટિકલ 370નો સંકલ્પ બિલ રજુ કર્યું. બિલ રજુ કરતા જ વિપક્ષી દળો કોંગ્રેસ અને પીડીપીએ ખુબ વિરોધ કર્યો. એક પીડીપી સાંસદે તો કુર્તો સુદ્ધા ફાડી નાખ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news