જમ્મુ કાશ્મીરમાં હવે અલગ ધ્વજ નહીં રહે, 370 દૂર થતાં ઘણી સ્થિતિ બદલાશે

મોદી સરકારે જમ્મુ કાશ્મીર મામલે ઐતિહાસિક નિર્ણય લેતાં 35એ અને 370 કલમ દૂર કરવા નિર્ણય કર્યો છે. જેને પગલે જનતામાં આનંદની લહેર પ્રસરી છે તો બીજી તરફ આ નિર્ણયને પગલે દેશનો નકશો બદલાયો છે. સાથોસાથ જમ્મુ કાશ્મીરના બે ભાગ થયા છે. જોકે આ સાથે જ દેશની સુરક્ષા અને અખંડિતતા મામલે દેશ વધુ મજબૂત બનવા પામ્યો છે. જમ્મુ કાશ્મીરમાં પણ આ સ્થિતિથી ઘણો બદલાવ આવશે. 
જમ્મુ કાશ્મીરમાં હવે અલગ ધ્વજ નહીં રહે, 370 દૂર થતાં ઘણી સ્થિતિ બદલાશે

નવી દિલ્હી : મોદી સરકારે જમ્મુ કાશ્મીર મામલે ઐતિહાસિક નિર્ણય લેતાં 35એ અને 370 કલમ દૂર કરવા નિર્ણય કર્યો છે. જેને પગલે જનતામાં આનંદની લહેર પ્રસરી છે તો બીજી તરફ આ નિર્ણયને પગલે દેશનો નકશો બદલાયો છે. સાથોસાથ જમ્મુ કાશ્મીરના બે ભાગ થયા છે. જોકે આ સાથે જ દેશની સુરક્ષા અને અખંડિતતા મામલે દેશ વધુ મજબૂત બનવા પામ્યો છે. જમ્મુ કાશ્મીરમાં પણ આ સ્થિતિથી ઘણો બદલાવ આવશે. 

છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની દહેશત વચ્ચે સેના ખડકી દેવાઇ હતી. જે જોતાં કાશ્મીરમાં નવાજૂની થવાના એંધાણ જોવાઇ રહ્યા હતા. જોકે દેશના ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર મામલે ઐતિહાસિક નિર્ણય માટેની ભલામણ કરતાં સ્પષ્ટતા થઇ હતી અને દેશના રાજકારણનો એક મોટી સમસ્યાથી પીછો છુટ્યો હતો. 

જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપતી કલમ 35a અને કલમ 370 હટાવવા મામલે ગૃહમંત્રી અમિત શાહે ભલામણ કરતાં રાજ્યસભામાં મામલો ગરમાયો હતો. જોકે ભારે હંગામા વચ્ચે પણ અમિત શાહે પોતીની માંગ મક્કમતાથી રજૂ કરી હતી. આ સાથે નવા બિલમાં કરાયેલા સુધારાને પગલે જમ્મુ કાશ્મીરમાંથી 35એ અને 370 દૂર થતાં દેશનો નકશો બદલાયો છે. 

કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના બે ભાગ પાડવાની ભલામણ કરી છે અને લદાખને જમ્મુ કાશ્મીરથી અલગ પાડ્યું છે અને અલગથી બંનેને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે. આ સાથે જ આ વિસ્તાર પર કેન્દ્રની પકડ વધુ મજબૂત બનશે અને દેશની સુરક્ષા મામલે વધુ ચોકસાઇ રહેશે. 

આ સાથે જમ્મુ કાશ્મીરને અલગ રાજ્યનો દરજ્જો ખતમ થશે, દેશના અન્ય રાજ્યની જેમ  સામાન્ય રાજ્ય બની રહેશે, જમ્મુ કાશ્મીર અને લદાખ બંને કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે. અલગ રાજ્યનો દરજ્જો ખતમ થતાં સ્થાનિક રાજકીય પક્ષોની રાજકીય કૂટનીતિ અટકશે, પાક પ્રેમી ભાગલાવાદી મનમાની બંધ થશે. સંસદ હવે સર્વોપરી બનશે, કાશ્મીરનો અલગ ધ્વજ નહીં રહે, દેશના નાગરિકો પણ સંપત્તિ ખરીદી કરી શકશે, બેવડી નાગરિકતા ખતમ થશે અને આરટીઆઇ અને કેગ સહિતના સમાન કાયદાનો અમલ શરૂ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news