આ સમોસો ખાવા જોઈએ 'બાહુબલી' તાકાત! ખાનારને મળશે 51 હજારનું ઈનામ, પણ એક શરત...

Bahubali Samosa :ભારતીય લોકો ખાણીપીણીના ખુબ શોખીન હોય છે. ભારતીય લોકો જે વાનગી સૌથી શોખથી ખાતા હોય તો તે છે સમોસા અને જો સમોસા સાથે ચા મળી જાય તો લોકોનો દિવસ બની જતો હોય છે.

આ સમોસો ખાવા જોઈએ 'બાહુબલી' તાકાત! ખાનારને મળશે 51 હજારનું ઈનામ, પણ એક શરત...

દીપક પદ્મશાળી: જો તમે ખાવાના શોખીન છો તો આ ખબર તમારા માટે છે. સોશિયલ મીડિયા પર હાલ ખાસ પ્રકારના સમોસા ચર્ચામાં છે. આ સમોસા તેના સ્વાદને લઈને નહીં પણ તેના આકારને લઈને ચર્ચામાં છે. એક દુકાનદારે 8 કિલોનું સમોસું બનાવીને સૌ કોઈને ચોંકાવી દિધા છે. તો ક્યાં મળે છે અને કેવા છે આ બાહુબલી સમોસો?

ભારતીય લોકો ખાણીપીણીના ખુબ શોખીન હોય છે. ભારતીય લોકો જે વાનગી સૌથી શોખથી ખાતા હોય તો તે છે સમોસા અને જો સમોસા સાથે ચા મળી જાય તો લોકોનો દિવસ બની જતો હોય છે. તમને થતું હશે કે અમે સમોસાની વાતો કેમ કરી રહ્યા છે..તો સોશિયલ મીડિયા પર સમોસાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તેના સ્વાદને લઈને નહીં પણ તેના આકારને લઈને ચર્ચામાં છે. એક દુકાનદારે બાહુબલી સમોસા બનાવીને લોકોને ચોંકાવી દિધા. વીડિયોમાં તમે બાહુબલી સમોસાને જોઈ શકો છો.

— Harsh Goenka (@hvgoenka) October 26, 2022

આ સમોસા સાથે એક ખાસ ઓફર પણ છે. જે વ્યક્તિ આ સમોસાને 30 મિનિટમાં ખાઈ લેશે તેને 51 હજાર રૂપિયાનું ઈનામ મળશે. એટલે કે સમાસો ખાઓ અને ઈનામ લઈ જાઓ. તો આવી ધમાકેદાર ઓફર સાંભળીને  ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે આખરે ક્યાં મળી રહ્યા છે આ સમોસા? શું ખાસિયત છે આ સમોસાની? તો આ બાહુબલી સમોસા ઉત્તર પ્રદેશના મેરઠના લાલકુર્તી વિસ્તારમાં કૌશલ સ્વીટ્સ નામની દુકાનમાં મળે છે.

આ બાહુબલી સમોસાની ખાસિયતની વાત કરીએ તો આ બાહુબલી સમોસાનું વજન 8 કિલો છે. આ બાહુબલી સમોસાને બનવામાં 5 કલાકનો સમય લાગે છે. આ સમોસા બનાવવામાં 3 લોકોની જરૂર પડે છે. આ સમોસા માટે સાડા ત્રણ કિલો મેંદો અને સ્ટફિંગ માટે અઢી કિલો બટાકાં,ડોઢ કિલો મટર, અડધો કિલો પનીર અને અડધો કિલો મિક્સ ડ્રાઈફ્રૂટ્સની જરૂર પડે છે. બાહુબલી સમોસાની કિંમતની વાત કરીએ તો આ સમોસાની કિંમત 1100 રૂપિયા છે અને જો તમારામાં બાહુબલી જેટલી તાકાત હોય તો તમે આ સમોસાને 30 મિનિટમાં ખાઈને 51 હજાર રૂપિયાનું ઈનામ પણ મેળવી શકો છો.

આ બાહુબલી સમોસાને લઈને સમોસો પ્રેમીઓમાં ખુશીની લાગણી છે. સોશિયલ મીડિયા પર હાલ ઘણા પ્રકારના ફૂડ ચેલેન્જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં લોકોને જુદી જુદી પ્રકારની વાનગીઓ ખાવાના બદલે ઈનામ આપવામાં આવે છે. તો જો તમે ખાવાના શોખીન હોવ અને જો તમારે એક 51 હજાર રૂપિયા જીતવા હોય તો તમે જરૂરથી મેરઠની આ દુકાન પર જઈ શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news