વિધાનસભા પેટાચૂંટણી: ભાજપે શાકભાજી વેચનારાના પુત્રને બનાવ્યો ઉમેદવાર, આ બેઠકની મળી ટિકિટ

ઉત્તર પ્રદેશમાં 21 ઓક્ટોબરે થનારી વિધાનસભા પેટાચૂંટણીને લઈને ભાજપે પોતાના દસ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.

વિધાનસભા પેટાચૂંટણી: ભાજપે શાકભાજી વેચનારાના પુત્રને બનાવ્યો ઉમેદવાર, આ બેઠકની મળી ટિકિટ

મઉ(વિજય મિશ્રા): ઉત્તર પ્રદેશમાં 21 ઓક્ટોબરે થનારી વિધાનસભા પેટાચૂંટણીને લઈને ભાજપે પોતાના દસ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. મઉ જિલ્લાના ઘોસી વિધાનસભા બેઠકથી પાર્ટીએ શાકભાજી વેચનારાના પુત્ર વિજય રાજભરને ટિકિટ આપી છે. 

પાર્ટી નેતાઓના જણાવ્યાં મુજબ પેટાચૂંટણીમાં ભાજપે પંડિત દિનદયાળ ઉપાધ્યાયના સપનાને સાકાર કરતા શાકભાજી વેચનારાના પુત્રને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાયનું સપનું હતું કે સમાજના અંતિમ વ્યક્તિને પણ દેશના ઉચ્ચ પદો અને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવે. જેના પર કામ કરતા ભાજપે પહેલા તો ઘોસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય ફાગ ચૌહાણને બિહારના રાજ્યપાલ બનાવ્યાં અને ત્યારબાદ આ સીટ માટે થઈ રહેલી પેટાચૂંટણીમાં એક નાના કાર્યકર વિજયને ઉમેદવાર જાહેર કરીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો. 

જુઓ LIVE TV

હકીકતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિજય રાજભરને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે તે પાર્ટીના નગર અધ્યક્ષ તરીકે સક્રિય કાર્યકર છે. વિજય રાજભર સામાન્ય અને ખાસ તમામ પાર્ટી કાર્યક્રમોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પાર્ટીના તમામ લોકોના પ્રિય અને નેક દિલ યુવા નેતા તરીકે તેમની ઓળખ છે. વિજયે નગર પાલિકા ક્ષેત્રની ચૂંટણીમાં એકવાર સભાસદીની ચૂંટણી પોતાના જ સહાદતપુરા મોહલ્લાથી લડી હતી જેમાં તેમણે જીત મેળવી હતી. 

આ ઉપરાંત વિજયના પિતા નંદલાલ રાજભર શાકભાજીની દુકાન ચલાવીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. હવે તેમને જ્યારે એ વાતની જાણ થઈ કે પુત્રને વિધાનસભા ચૂંટણીની ટિકિટ મળી છે તો તેમની ખુશીનો પાર નથી. પિતાએ પીએમ મોદીનો આભાર માનતા પુત્રને જીતના આશીર્વાદ આપ્યાં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news