પરણિત મહિલાઓએ આ 5 વસ્તુઓ ભૂલેચૂકે કોઈને પણ આપવી નહીં, કારણ ખાસ જાણો

કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે કે જેને લગ્ન બાદ અન્ય મહિલાઓ સાથે શેર કરવી જોઈએ નહીં.

પરણિત મહિલાઓએ આ 5 વસ્તુઓ ભૂલેચૂકે કોઈને પણ આપવી નહીં, કારણ ખાસ જાણો

આપણે મોટાભાગે ઘરોમાં એવું જોતા હોઈએ છીએ કે પરણિત મહિલાઓ એક બીજાની વસ્તુઓ પરસ્પર શેર કરતી હોય છે. કોઈ સખી કે સંબંધીએ જો કહ્યું હોય કે તારો ચાલ્લો ખુબ સારો છે તો આપણે તરત તેને લગાવી દઈએ. શેર કરવું એ સારી વાત છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે કે જેને લગ્ન બાદ અન્ય મહિલાઓ સાથે શેર કરવી જોઈએ નહીં. ખાસ કરીને 5 વસ્તુઓ એવી છે જે આપણે અન્ય યુવતી કે મહિલાઓ સાથે શેર કરતા બચવું જોઈએ. દેશના અલગ અલગ ક્ષેત્રોમાં આ વાતો ઘણી પ્રચલિત છે. આ 5 ચીજોને શેર કરવાનો અર્થ પતિ પત્નીના સંબંધોમાં ખટાશ ઊભી થવા સંલગ્ન છે. કહે છે તે આ વસ્તુઓ શેર કરવાથી સંબંધમાં અંતર આવે છે અને પતિ તથા સૌભાગ્યને ખરાબ નજર લાગે છે. 

1 સેંથાનું સિંદૂર
સૌભાગ્યની નિશાની એવું સિંદૂર લગ્ન વખતે સૌથી પહેલા પોતાના પતિના હાથે પોતાના સેંથામાં ધારણ કરે છે. તેણે પોતાનું સિંદૂર ક્યારેક કોઈની સાથે શેર કરવું જોઈએ નહીં. એટલે કે જે ડબ્બીમાંથી તે સિંદૂર લગાવતી હોય તે તેણે અન્ય કોઈને આપવું જોઈએ નહીં. ભગવાનને ચઢાવેલું સિંદૂર કે નવી ડબ્બી આપવામાં કોઈ સમસ્યા નથી. આ ઉપરાંત એવી માન્યતા છે કે મહિલાઓએ કોઈની સામે સિંદૂર લગાવવું જોઈએ નહીં. 

2. આંખોનું કાજલ
મહિલાઓએ પોતાનું કાજલ કોઈની સાથે વહેંચવું જોઈએ નહીં. ભલે તે તેના પરિવારનું જ કોઈ સભ્ય કેમ ન હોય. કહેવાય છે કે આણ કરવાથી પતિનો પ્રેમ ઘટે છે. બંને વચ્ચે કંકાસની સ્થિતિ પેદા થાય છે. આમ તો વૈજ્ઞાનિક કારણ પણ છે જે આંખના સ્વાસ્થ્ય સંબંધિત છે. 

3. કપાળની બિંદી
દરેક સૌભાગ્યવતી મહિલા માટે કપાળ પર બિંદી લગાવવી અનિવાર્ય ગણવામાં આવે છે. સિંદૂરની જેમ બિંદી પણ મહિલાઓનું સૌભાગ્ય ચિન્હ હોય છે. એવી માન્યતા છે કે તેને ક્યારેક પોતાના કપાળથી કાઢીને અન્ય કોઈના કપાળમાં લગાવવા માટે આપવી જોઈએ નહીં. જો કોઈને બિંદી આપવા માંગતા હોવ તો નવી બિંદી ખરીદીને આપો. 

4. હાથની મહેંદી
પરણિત મહિલા માટે મહેંદી તેના પતિના પ્રેમ અને તેની સલામતીની નિશાની હોય છે. કહેવાય છે કે મહેંદીનો રંગ જેટલો ગાઢ હોય તેટલો જ મહિલાના પતિનો તે મહિલા પ્રત્યેનો ગાઢ પ્રેમ હોય છે. આથી એવી માન્યતા છે કે મહેંદી શેર કરવાથી પણ પ્રેમ વહેંચાય છે. હાથમાં મહેંદી લગાવ્યાં બાદ બચેલી મહેંદી અન્ય કોઈ મહિલાને હાથમાં લગાવવા માટે આપવી જોઈએ નહીં. તે સારું મનાતું નથી. 

5. બંગડી અને ઝાંઝર
બંગડી અને પગના ઝાંઝર પણ પરણિત મહિલાના જીવનમાં ખુશી લઈને આવે છે. મોટાભાગે જોવા મળતું હોય છે કે મહિલાઓ પોતાના કપડાં સાથે મેચિંગના ચક્કરમાં પોતાની આ વસ્તુઓ બીજા સાથે શેર કરી લેતી હોય છે. જો કે માન્યતા મુજબ આ વસ્તુઓ શેર કરવી એ સારી વાત ગણાતી નથી. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news