અમેઠીના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ, એક વાઈરલ કાર્ડથી ઉડી રાહુલ ગાંધીની નીંદર
લોકસભાની ચૂંટણી નજીક છે. રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ અત્યારથી જ ખુબ એક્ટિવ થઈ ગયા છે.
Trending Photos
સતીષ બરનવાલ, અમેઠી: લોકસભાની ચૂંટણી નજીક છે. રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ અત્યારથી જ ખુબ એક્ટિવ થઈ ગયા છે. આવામાં રાહુલ ગાંધીના મતવિસ્તાર એવા અમેઠીના એક ભાજપના કાર્યકર્તાએ પોતાની પાર્ટી માટે એવું કામ કર્યું છે કે જે ચર્ચાનો વિષય બની ગયો છે. લગ્નની કંકોત્રીમાં તેણે ભેટ સ્વરૂપે ભાજપને મત આપવાની વાત કરી છે.
વિનાયક ત્રિપાઠી નામનો અપીલકર્તા અમેઠીના જામો વિસ્તારનો રહેવાસી છે. તે અમેઠી યુવા મોરચા સાથે જોડાયેલો છે. વિનાયકે કાર્ડ પર એક સંદેશો લખાવ્યો છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને મત એ જ મને ભેટ છે. અમે અમેઠીથી એક કમળ દિલ્હી મોકલવા માટે અપીલ કરીએ છીએ. આ કાર્ડ હાલ ભાજપના કાર્યકર્તાઓ માટે સોશિયલ મીડિયા પર શેર કરવાનું સાધન બની ગયું છે. નોંધનીય છે કે અમેઠી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીનો સંસદીય મતવિસ્તાર છે. હજુ તેઓ હમણા જ ત્યાં ગયા હતાં અને પાછા ફરીએ ગણતરીના કલાકો થયા હશે ત્યાં લગ્નની આ કંકોત્રીએ અમેઠીના રાજકારણમાં ભૂકંપ સર્જી નાખ્યો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલું આ કાર્ડ ભાજપના યુવા મોરચાના નેતાના ઘરનું છે.
અત્રે જણાવવાનું કે હાલમાં જ રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપીને તેમનો અધિકૃત રીતે રાજકારણમાં પ્રવેશ કરાવ્યો છે. આ ખબર જ્યારે અમેઠીમાં પહોંચી તો અમેઠીના કોંગ્રેસીઓ ઉપરાંત લોકો પણ ગદગદ થઈ ગયા હતાં. ઠેર ઠેર ઉજવણી થઈ રહી હતી. પરંતુ હવે આ કાર્ડે પ્રિયંકાની ચર્ચા ઓછી અને મોદી-મોદીની ચર્ચા શરૂ કરાવી છે.
આ અગાઉ સુરતના પણ એક યુવકનું લગ્નનું કાર્ડ આ જ રીતે પ્રખ્યાત થઈ ગયું હતું. સુરતના યુવરાજ પોખરણા અને સાક્ષી અગ્રવાલે પોતાના લગ્નના કાર્ડ પર ભગવાન ગણેશની જગ્યાએ રાફેલની તસવીર છપાવી હતી. રાફેલને લઈને પીએમ મોદીના વખાણ કર્યા હતા અને તેના ફાયદા ગણાવતા આ કાર્ડ સોશિયલ મીડિયા પર છવાયું હતું. આ લગ્નના કાર્ડની ચર્ચા વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચી હતી. ત્યારબાદ પીએમ મોદીએ પણ તેના વખાણ કર્યા હતાં અને તેમને શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે