જોબની લાલચમાં તમારી સાથે આવું ના થાય તેનું ધ્યાન રાખજો...

ગુજરાત રાજ્ય હવે સાયબર ફ્રોડ માટે સોફ્ટ ટાર્ગેટ હોવાનું ફલિત થઇ રહ્યું છે. કારણ કે અન્ય રાજ્યમાંથી કોલ કરી રાજ્યના લોકોને કોઇ પણ લાલચ આપી તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે.

જોબની લાલચમાં તમારી સાથે આવું ના થાય તેનું ધ્યાન રાખજો...

મૌલિક ધામેચા, અમદાવાદ: ગુજરાત રાજ્ય હવે સાયબર ફ્રોડ માટે સોફ્ટ ટાર્ગેટ હોવાનું ફલિત થઇ રહ્યું છે. કારણ કે અન્ય રાજ્યમાંથી કોલ કરી રાજ્યના લોકોને કોઇ પણ લાલચ આપી તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. આવા જ આરોપીઓને અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે દિલ્હીથી ઝડપી પાડી જોબ ફ્રોડનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

આમ તો આરોપીઓ ટેલીકોલર તરીકે કામ કરે છે પરંતુ આ શખ્સો નિર્દોષ અને બેરોજગારોને કોલ કરીને લાખો રૂપિયા પડાવી લે છે. જોકે પોલીસે છેતરપીંડી કરતા 6 આરોપીઓની ધરપકડ કરી 40 જેટલા મોબાઈલ, કોમ્પ્યુટર અને અન્ય સાધનો કબજે કર્યા છે. ઉલ્લેખનીય છે કે સાયબર ક્રાઈમ સેલને એક અરજી મળી હતી જે આધારે ટેકનીકલ સર્વેલન્સ ગોઠવાતા માહિતી મળી હતી કે દિલ્હી ખાતે ચાલતા કોલ સેન્ટરથી આ ગોરખધંધા ચાલી રહ્યા છે. જેથી પોલીસે પોતાનું નેટવર્ક ગોઠવી દિલ્હી ખાતે રેડ કરી 6 ભેજાબાજ આરોપીઓને પકડી પાડ્યા હતા.

પ્રાથમિક તબક્કે આરોપીઓની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીઓ જોબની લાલચ આપી રૂપિયા ખંખેરી લેતા હતા અને જે તે વેબસાઈટમાં જોબ માટે એપ્લાય કર્યું હોય તેના નામે ફેક કોલ કરી રજીસ્ટ્રેશન માટે કહી રૂપિયા પડાવતા હતા. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ફોન કરનારા આ ટેલીકોલરો ફોન કરી તુરંત જ એક એપ્લીકેશન મારફતે જે તે વેબ્સાઈટ પરનો ડેટા જોઈ લેતા હતા અને જો ઓટીપી મળે અને તે કોઈ વ્યક્તિ એપ્લાય કરે તો તેના આધારે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેતા હતા. આ રીતે લાખ રૂપિયાની છેતરપીંડી કરતા હતા. હાલમાં તમામ આરોપીઓની ધરપકડ કરી સુત્રધારની શોધખોળ શરુ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news