માર્ક જુકરબર્ગના ઘરે પધારી નાની પરી, ફેસબુક પર ફોટો શેર કરી જણાવ્યું બાળકનું નામ

માર્ક ઝકરબર્ગે સપ્ટેમ્બર 2022માં પહેલીવાર સોશિયલ મીડિયા પર પોતાની પત્નીની પ્રેગ્નન્સી વિશે જાણકારી આપી હતી. તેણે કહ્યું કે તે ત્રીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે.

માર્ક જુકરબર્ગના ઘરે પધારી નાની પરી, ફેસબુક પર ફોટો શેર કરી જણાવ્યું બાળકનું નામ

Mark Zuckerberg Became Father Again: ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગના ઘરે વધુ એક નાનો મહેમાન આવ્યો છે. તેની પત્ની પ્રિસિલા ચાને એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે. ઝકરબર્ગે ફેસબુક પર આ માહિતી આપી છે. તસવીર પોસ્ટ કરતા માર્કે લખ્યું, ઓરિલિયા ચોન ઝકરબર્ગ, દુનિયામાં આપનું સ્વાગત છે. તમે ખરેખર ભગવાનનો થોડો આશીર્વાદ છો. માર્ક ઝકરબર્ગ અને પ્રિસિલાનું આ ત્રીજું સંતાન છે.

માર્ક ઝકરબર્ગે સપ્ટેમ્બર 2022માં પહેલીવાર સોશિયલ મીડિયા પર પોતાની પત્નીની પ્રેગ્નન્સી વિશે જાણકારી આપી હતી. તેણે કહ્યું કે તે ત્રીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. મેટા સીઈઓએ પત્ની પ્રિસિલાનો ફોટો શેર કરતા આ સમાચાર વિશે જણાવ્યું હતું.

બંને કોલેજ લવ બર્ડ્સ છે
ફેસબુકના કો-ફાઉન્ડરે તસવીર સાથેના કેપ્શનમાં લખ્યું છે, "ઘણો પ્રેમ. શેર કરતા ખુશી થઈ રહી છે કે મેક્સ અને ઓગસ્ટને આવતા વર્ષે બેબી બહેન થવાના છે." ઝકરબર્ગ અને પ્રિસિલા પહેલાથી જ મેક્સ અને ઓગસ્ટ નામના બે બાળકો છે.

માર્ક ઝુકરબર્ગ અને પ્રિસિલા કોલેજકાળથી એકબીજાને ઓળખે છે. તેમની લવ સ્ટોરીના બીજ હાર્વર્ડ યુનિવર્સિટીમાં રોપવામાં આવ્યા હતા અને તેઓએ 2003માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. 2012માં બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news