હોટલમાં બોયફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી હતી મહિલા, રૂમમાં પતિએ મારી એન્ટ્રી અને...

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની એક હોટલમાં શુક્રવારે એક વ્યક્તિએ તેની પત્નીના બોયફ્રેન્ડની હત્યા કર્યા બાદ પોતાની જાને ગોળી મારી આપઘાત કરી લીધો. જણાવવામાં આવી રહ્યું છે કે, બોયફ્રેન્ડ સાથે મહિલાએ હોટલમાં રાત્રી રોકાણ કર્યું હતું.
 

હોટલમાં બોયફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી હતી મહિલા, રૂમમાં પતિએ મારી એન્ટ્રી અને...

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની એક હોટલમાં શુક્રવારે એક વ્યક્તિએ તેની પત્નીના બોયફ્રેન્ડની હત્યા કર્યા બાદ કથિત રીતે પોતાની જાતને ગોળી મારી આપઘાત કરી લીધો. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીની બે મહિલાઓ જેમાંથી એકના લગ્ન થઈ ચુક્યા છે તેઓએ મનાલીની એક હોટલમાં રાત્રી રોકાણ કર્યું હતું. તેણે ગુરૂવાર રાત્રે તેના મિત્ર સનીને હોટલ રૂમ પર બોલાવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, પતિ બીજા દિવસે સવારે હોટલ પહોંચ્યો અને તેની પત્નીને સની સાથે જોઈ રોષે ભરાયો હતો. ત્યારબાદ તેણે પત્નીના બોયફ્રેન્ડ સનીની ગોળી મારી હત્યા કરી દીધી. એસપીએ જણાવ્યું કે, મહિલાના જણાવ્યા અનુસાર તેના પતિએ સનીની હત્યા કર્યા બાદ પોતાની જાતને ગોળી મારી આપઘાત કરી લીધો.

જોકે, ફોરેન્સિક ટીમને ઘટના સ્થળ પર બોલાવવામાં આવી અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, પ્રાથમિક દ્રષ્ટીએ એવું લાગી રહ્યું છે કે ગુનામાં મહિલાઓની કોઈ ભૂમિકા નથી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહિલાએ મનાલીમાં હોટલ લીઝ પર લીધી હતી, જ્યારે તેના પતિ પણ હોટલ ચલાવતો હતો, જ્યારે સની હરિયાણાનો રહેવાસી છે.

હોટલ કર્મચારીના જણાવ્યા અનુસાર, સવારના સમયે હોટલની અંદર ગોળી ચાલવાનો અવાજ આવતા તે દોડીને ત્યાં પહોંચ્યો હતો. ઘટના સ્થળ પર બે લોકોને ગોળી વાગી હતી અને બંને જમીન પર પડેલા હતા. તરત પોલીસને જાણ કરવામાં આવી. સ્થળ પર પહોંચી પોલીસે બંનેના મૃતદેહને કબજામાં લઇ તપાસ શરૂ કરી. હાલ આ મામલે પોલીસે મહિલાઓને નિર્દોશ ગણાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news