હેવાન બન્યા માતા પિતા, સરકારી નોકરી માટે 5 મહિનાની પુત્રીનો જીવ લઈ લીધો
એક વ્યક્તિએ પોતાની 5 મહિનાની પુત્રીને નહેરમાં ફેંકી દીધી. પોલીસના જણાવ્યાં મુજબ કર્મચારીએ પોતાની પુત્રીને ઈન્દિરા ગાંધી નહેરમાં એટલા માટે ફેંકી દીધી કારણ કે સ્થાયી નોકરી મેળવવા માટે કોઈ મુશ્કેલી ન નડે. આ અપરાધમાં તેની પત્નીએ પણ તેના પતિને સાથ આપ્યો.
Trending Photos
રાજસ્થાન સરકારમાં કામ કરતા એક વ્યક્તિએ પોતાની 5 મહિનાની પુત્રીને નહેરમાં ફેંકી દીધી. પોલીસના જણાવ્યાં મુજબ કર્મચારીએ પોતાની પુત્રીને ઈન્દિરા ગાંધી નહેરમાં એટલા માટે ફેંકી દીધી કારણ કે સ્થાયી નોકરી મેળવવા માટે કોઈ મુશ્કેલી ન નડે. આ અપરાધમાં તેની પત્નીએ પણ તેના પતિને સાથ આપ્યો.
પોલીસે દંપત્તિની ધરપકડ કરી
આ ઘટના બીકાનેર જિલ્લાના છતરગઢ પોલીસ મથકની છે. રવિવારની સાંજે દંપત્તિએ પુત્રીને નહેરમાં ફેંકી દીધી હતી. બીકાનેર એસપી યોગેશ યાદવે કહ્યું કે દીકરીની હત્યાના આરોપમાં દંપત્તિની આજે ધરપકડ કરાઈ છે. વ્યક્તિએ પત્ની સાથે કરાર પર સરકારી નોકરી મેળવવા માટે આ પગલું ભર્યું હતું.
Man working as contractual employee in Rajasthan govt throws his 5-month-old daughter in canal to avoid hurdles in securing permanent job: Police
— Press Trust of India (@PTI_News) January 23, 2023
નોકરીની લાલચમાં ઉઠાવ્યું પગલું
પોલીસના જણાવ્યાં મુજબ 36 વર્ષના ઝવરલાલ મેઘવાલ હાલ એક હંગામી કર્મચારી છે અને સ્થાયી સેવા મેળવવા માટે પ્રયત્નશીલ છે. દંપત્તિને પહેલેથી બે બાળકો હતા. ત્રીજા બાળકના જન્મ સાથે જ વ્યક્તિ રાજ્ય સરકારની બે બાળકોની નીતિના કારણે સ્થાયી નોકરી અંગે આશંકિત થઈ ગયો હતો. જેના કારણે તેણે તેની પત્ની સાથે મળીને આ પગલું ભર્યું અને બાળકીને નહેરમાં ફેંકી દીધી.
પોલીસે કેસ દાખલ કર્યો
બીકાનેર પોલીસ અધીક્ષક યોગેશ યાદવે કહ્યું કે દંપત્તિની પુત્રીની હત્યાના આરોપમાં સોમવારે ધરપકડ કરવામાં આવી. તેમણે જણાવ્યું કે ઝવરલાલ મેઘવાલ અને તેમની પત્ની ગીતા દેવી વિરુદ્ધ છતરગઢ પોલીસ મથકમાં આઈપીસીની કલમ 302 અને 120બી હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે