Mumbai ના વસઈમાં હૃદયદ્રાવક ઘટના, સનકી પ્રેમીએ પૂર્વ પ્રેમીકાની કરી જાહેરમાં હત્યા, જુઓ Video

Maharashtra News Today: પોલીસે જણાવ્યું કે પીડિતાએ આરોપી સાથે પોતાના બધા સંબંધ તોડી નાખ્યા હતા, જેના કારણે તે ખુબ ગુસ્સામાં હતા. આરોપીએ સ્નેપરથી આશરે 15 વાર આરતી પર કર્યાં છે. 

Mumbai ના વસઈમાં હૃદયદ્રાવક ઘટના, સનકી પ્રેમીએ પૂર્વ પ્રેમીકાની કરી જાહેરમાં હત્યા, જુઓ Video

Mumbai Vasai Murder Case: મુંબઈને અડીને આવેલા વસઈમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. વસઈમાં ધોળા દિવસે એક વ્યક્તિએ પ્રેમીકાની ક્રુરતાપૂર્વક હત્યા કરી છે. સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઘટના સવારે આશરે 8.30 કલાકે વસઈ ઈસ્ટના ચિંચપાડા વિસ્તારમાં બની છે. મૃતક યુવતી આરતી યાદવ (ઉંમર વર્ષ 20) અને આરોપીનું નામ રોહિત યાદવ છે. બંને સારા મિત્રો રહ્યાં છે. આરતી સવારે જ્યારે ઈન્સ્ટીટ્યુટ માટે નિકળી રહી હતી ત્યારે રોહિતે પાછળથી આવી અચાનક હુમલો કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્યાં ઘણા લોકો હાજર હતા, પરંતુ કોઈએ તેની મદદ કરી નહીં. પોલીસે આરોપીની અટકાયત કરી છે અને તપાસ હાથ ધરી છે. 

સ્નેપરથી 15 વાર કર્યાં
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આરતીના માથા પર રોહિત સ્પેનરથી વાર કરે છે અને તે જમીન પર પડી જાય છે. ત્યારબાદ જ્યારે તે પોતાનું માથુ ઉંચકવાનો પ્રયાસ કરે છે ત્યારે હત્યારો રોહિત તેના માથા પર એક બાદ એક 15 જેટલા વાર કરે છે. વીડિયોમાં એક વ્યક્તિ આરોપી રોહિતને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ રોહિત તેને ધક્કો મારી દૂર કરે છે. ત્યારબાદ તે વ્યક્તિ પાછળ હટી જાય છે. 

— Swathi Bellam (@BellamSwathi) June 18, 2024

‘તે મારી સાથે આવું કેમ કર્યું’
એક અન્ય વીડિયોમાં રોહિત મહિલાના શરીર ઉપર ઊભો જોવા મળી રહ્યો છે અને તેના હાથમાં સ્પેનર છે. તે નીચે ઝુકી તેનો ચહેરો પકડે છે અને લાશ સાથે વાત કરવાનું શરૂ કરે છે. તે મારી સાથે આમ કેમ કર્યું, તે આવું કેમ કર્યું? તે ફરી તેના પર વાર કરે છે. ત્યારબાદ  તે લોહીથી ભરેલું સ્પેનર એક તરફ ફેંકી દે છે અને જતો રહે છે. 

આરોપીની પોલીસે કરી ધરપકડ
પોલીસનું કહેવું છે કે રોહિત યાદવની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેના પર હત્યાના આરોપનો ગુનો દાખલ કરવામાં આવશે. આરોપી સાથે યુવતીએ સંબંધ ખતમ કર્યો તેનાથી તે પરેશાન હતો. તેને શંકા હતી કે આરતીએ અન્ય કોઈ યુવક શોધી લીધો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news