મમતા બેનરજીએ એફબી પર પોસ્ટ કર્યો એક VIDEO, તેમનું આ સ્વરૂપ જોઈને બધા આશ્ચર્યચકિત
મમતા બેનરજીને પેન્ટિંગ અને કવિતા લખવાનો પણ શોખ છે એ વાત તો બધા જાણે છે. પહેલીવાર એવું જોવા મળ્યું કે તેમને બેડમિન્ટનનો પણ શોખ છે.
Trending Photos
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજી કુશળ રણનીતિના દમ પર રાજકીય ક્ષેત્રે લાંબા સમયથી વિરોધીઓને હેરાન કરતા આવ્યાં છે. આ વખતે તેઓ બેડમિન્ટન કોર્ટ પર વિરોધીઓના છક્કા છોડાવતા જોવા મળ્યાં. 64 વર્ષના મમતા બેનરજી બેડમિન્ટન કોર્ટ પર જે સ્ફૂર્તિથી રમતા જોવા મળ્યા તે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં. મમતાએ પોતાના ફેસબુક પેજ પર આ વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મમતા બેનરજી હાથમાં રેકેટ લઈને બેડમિન્ટન રમી રહ્યાં છે. તેઓ દે ધનાધન શોટ્સ લગાવી રહ્યાં છે. જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ હજુ યંગ જ છે. તેમનો આ વીડિયો એ વાતનો પૂરાવો છે કે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેઓ કસરત વગેરેના દમ પર એકદમ ફિટ છે.
મમતા બેનરજીને પેન્ટિંગ અને કવિતા લખવાનો પણ શોખ છે એ વાત તો બધા જાણે છે. પહેલીવાર એવું જોવા મળ્યું કે તેમને બેડમિન્ટનનો પણ શોખ છે.
ગત વર્ષ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડે સોશિયલ મીડિયા પર એક કેમ્પેઈન શરૂ કર્યું હતું જેમાં લોકો પોતાની ફિટનેસ સાબિત કરવા માટે કોઈ કસરત કરતો વીડિયો અપલોડ કરી રહ્યાં હતાં. આ કેમ્પેઈન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેઓ કસરત અને યોગ કરતા જોવા મળ્યાં હતાં.
આ ઉપરાંત પીએમ મોદી દુનિયાભરના મંચથી અપીલ પણ કરી ચૂક્યા છે કે લોકો યોગને પોતાની આદતમાં સામેલ કરે. તેઓ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પણ સ્વસ્થ તથા સ્વચ્છ ઈન્ડિયાની વાત કરે છે.
રાજકારણના મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મમતા બેનરજી ભલે એકબીજાની વિરુદ્ધમાં હોય પરંતુ મમતા બેનરજીનો આ વીડિયો સાબિત કરે છે કે બંને રાજનેતા ઈચ્છે છે કે લોકો સ્વસ્થ રહે અને પોતાની ફિટનેસ પર ધ્યાન આપે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે