Aryan Khan drug case: આર્યન ખાન ડ્રગ્સ કેસના સાક્ષી પ્રભાકરનું મોત, વકીલે કહ્યું- હાર્ટ એટેકથી ગયો જીવ
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સાક્ષી પ્રભાકર સૈલનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. તેમના વકીલના જણાવ્યા મુજબ ગઈ કાલે સાંજે ચેમ્બુરના માહુલ વિસ્તારમાં તેમના ઘરે તેમને હાર્ટ એટેક આવ્યો.
Trending Photos
મુંબઈ: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સાક્ષી પ્રભાકર સૈલનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. તેમના વકીલના જણાવ્યા મુજબ ગઈ કાલે સાંજે ચેમ્બુરના માહુલ વિસ્તારમાં તેમના ઘરે તેમને હાર્ટ એટેક આવ્યો. તેમણે કિરણ ગોસાવી વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. જેમણે કથિત રીતે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી પાસેથી પૈસા લીધા હતા.
એએનઆઈના રિપોર્ટ મુજબ ક્રૂઝ ડ્રગ કેસમાં એનસીબીના પંચ સાક્ષી પ્રભાકર સૈલનું ગઈ કાલે નિધન થયું છે. પ્રભાકર સૈલે દાવો કર્યો હતો કે ક્રૂઝ પાર્ટી રેડ સમયે તેઓ ગોસાવી સાથે હતા. અત્રે જણાવવાનું કે પ્રભાકર સૈલ આર્યન ખાન ડ્રગ કેસના સ્વતંત્ર સાક્ષી હતા. તેમણે દાવો કર્યો હતો કે તે કિરણ ગોસાવીના બોર્ડગાર્ડ હતા. પ્રભાકરે ખુલાસો કર્યો હતો કે કે પી સોગાવી સૈમ નામના વ્યક્તિ સાથે ફોન પર 25 કરોડ રૂપિયાથી વાત શરૂ કરીને 18 કરોડ રૂપિયામાં ડીલ ફિક્સ કરવાની વાત કરતા હતા. કિરણ ગોસાવી એ જ વ્યક્તિ છે જેની આર્યન સાથે સેલ્ફી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી. એટલું જ નહીં પ્રભાકર સૈલે સોગંદનામામાં એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ઉપર પણ આરોપ લગાવ્યો હતો. સૈલનું કહેવું હતું કે વાનખેડે મામલાના સ્વતંત્ર સાક્ષીઓને ખરીદવાની કોશિશ કરી રહ્યા હતા.
આ હાઈ પ્રોફાઈલ કેસમાં બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ થઈ હતી. સમીર વાનખેડેએ 2 ઓક્ટોબર 2021ના રોજ મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ શીપ પર રેડ મારી હતી. આ દરમિયાન તેમણે આર્યન ખાન સહિત 9 લોકોની ડ્રગ્સ મામલે ધરપકડ કરી હતી. જો કે આર્યન પાસેથી ડ્રગ્સ મળ્યું નહતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે