Maharashtra: કેબિનેટ મંત્રી છગન ભુજબળ બાદ હવે તેમનો સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં, આટલા લોકો સંક્રમિત
મહારાષ્ટ્ર (Maharashtra) સરકારમાં કેબિનેટ મંત્રી છગન ભુજબળ (Chagan Bhujbal) ના કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના કાર્યાલયમાં કામ કરનારા 5 લોકો કોરોના પોઝિટિવ થયા છે.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) સરકારમાં કેબિનેટ મંત્રી છગન ભુજબળ (Chagan Bhujbal) ના કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના કાર્યાલયમાં કામ કરનારા 5 લોકો કોરોના પોઝિટિવ થયા છે.
મહારાષ્ટ્ર સરકારના અનેક મંત્રી કોરોના સંક્રમિત
અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર સરકારના અનેક મંત્રી કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાં છગન ભુજબળ, જયંત પાટીલ, રાજેશ ટોપે, રાજેન્દ્ર સિંગડેના નામ સામેલ છે. જેમના કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી બચ્ચૂ કડુ બીજીવાર કોરોના વાયરસ સંક્રમિત થયા છે. તેઓ 6 મહિના પહેલા પણ કોરોના સંક્રમિત થયા હતા. અનિલ દેશમુખ પણ કોરોના સંક્રમિત છે, પરંતુ તેઓ ઠીક થયા હોવાનું કહેવાય છે. પૂર્વ ભાજપ નેતા એકનાથ ખડસે ત્રણવાર કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં આ શહેરોમાં લોકડાઉન
મહારાષ્ટ્ર (Maharashtra) માં અનેક શહેરોમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસોમાં આવેલા ઉછાળા બાદ યવતમાલ, અમરાવતી, અને અચલપુરમાં લોકડાઉનની જાહેરાત થઈ છે. અમરાવતી અને અચલપુરમાં સંપૂર્ણ લોકડાઉન લાગ્યું છે. જે 1 માર્ચ સવારે 8 વાગ્યા સુધી લાગુ રહેશે. યવતમાલ, અકોલા અને અકોટમાં 1 માર્ચ સવાર 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જો કે આ જિલ્લાઓમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. પુના અને નાસિકમાં રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. પુનામાં 28 ફેબ્રુઆરી સુધી શાળા કોલેજો બંધ રખાઈ છે. આ ઉપરાંત નાગપુરમાં શાળા કોલેજ અને ટ્યૂશન સેન્ટર 7 માર્ચ સુધી બંધ કરાયા છે. માર્કેટ ફક્ત શનિવાર અને રવિવારે ખુલશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે