મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેંજર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર, 50 મુસાફરો ઘાયલ
મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન અકસ્માતનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ છે. આ અકસ્માતમાં 50થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે માલગાડી અને મુસાફર ટ્રેન ભગત કી કોઠી વચ્ચે સિગનલ ન મળવાના લીધે આ દુર્ઘટના સર્જાઇ છે.
Trending Photos
Train Collide: મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન અકસ્માતનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ છે. આ અકસ્માતમાં 50થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે માલગાડી અને મુસાફર ટ્રેન ભગત કી કોઠી વચ્ચે સિગનલ ન મળવાના લીધે આ દુર્ઘટના સર્જાઇ છે. મળી માહિતી અનુસાર આ દુર્ઘટના બુધવારે સર્જાઇ હતી.
महाराष्ट्र: गोदिया में पैसेंजर और मालगाड़ी के बीच टक्कर, 50 यात्री घायल | #BREAKING #Maharashtra pic.twitter.com/d9nPzhUxOJ
— Zee News (@ZeeNews) August 17, 2022
કહેવામાં આવી રહ્યું છે તેમાંથી એક ટ્રેન છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના જોધપુર જઇ રહી હતી. સિગ્નલ ન મળવાના લીધે પેસેંજર ટ્રેન ભગત કી કોઠી અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ હતી. મળતી માહિતી અનુસાર સિગ્નલની સમસ્યાના કારણે બંને ટ્રેન એક જ ટ્રેક પર આવી ગઇ હતી. સિગ્નલ મળતાં બિલાસપુર-ભાગત કી કોઠી પેસેંજર ટ્રેન આગળ નિકળી. તો બીજી તરફ પાટા પર માલગાડી નાગપુર તરફ જઇ રહી છે. રેલવે સિગ્નલ ન મળતાં તે ગોંદિયા ગેટ પાસે પેસેંજર ટ્રેને માલગાડીને ટક્કર મારી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે રેલ અકસ્માતમાં 53 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 13ને સામાન્ય ઇજા પહોંચી છે.
महाराष्ट्र: गोंदिया में रात करीब 2.30 बजे एक ट्रेन के तीन डिब्बे पटरी से उतर गए, जिसमें 50 से अधिक लोग घायल हो गए। मालगाड़ी और पैसेंजर ट्रेन के बीच हुई टक्कर के कारण यह हादसा हुआ। किसी की मृत्यु की सूचना नहीं है। ट्रेन छत्तीसगढ़ के बिलासपुर से राजस्थान के जोधपुर जा रही थी pic.twitter.com/AkQo3A93jq
— ANI_HindiNews (@AHindinews) August 17, 2022
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે