Gujarat Rain Forecast : સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી બની ગાંડીતૂર, 19 ગામના લોકો પર આભ ફાટવા જેવી સ્થિતિ

Gujarat Monsoon Update : દેવ અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું...નર્મદા કાંઠાના 7 ગામોને અલર્ટ કરાયા... તો વડોદરાના 19 ગામો અલર્ટ પર...  

Gujarat Rain Forecast : સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી બની ગાંડીતૂર, 19 ગામના લોકો પર આભ ફાટવા જેવી સ્થિતિ

જયેશ દોશી/ચિરાગ જોશી/નર્મદા :બુધવારે સવારના લેટેસ્ટ અપડેટ અનુસાર, ઉપરવાસમાં ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે. હાલ 23 દરવાજા 3.25 મીટર સુધી ખોલીને 5,28,464 ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. પરંતું સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય ઘટાડો સપાટી 134.32 મીટરે પહોંચી છે. જોકે ઉપરવાસમાં પાણીની આવક વધતા જાવક પણ વધારવામાં આવી રહી છે. છે. પાણીની આવક 5,58,599 ક્યુસેક નોંધાઈ છે. રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 44,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાય છે. નદીમાં કુલ જાવક (દરવાજા પાવરહાઉસ) 5,72,000 ક્યુસેક છે. નર્મદા નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના અપાઈ છે. 

દેવ અને નર્મદા ડેમમાંથી પાણી છોડાયું, કાંઠાના ગામોની મુશ્કેલી વધી 
તો બીજી તરફ, દેવ અને નર્મદા ડેમમાંથી પાણી વડોદરાના 19 ગામ એલર્ટ પર મૂકાયા છે. ડેમમાં પાણી છોડાતા ડભોઈના ગામના લોકોની ચિંતા વધી છે. દેવ ડેમમાંથી ગત મોડી રાત્રે 2894 ક્યૂસેક પાણી છોડાયું છે. આવામાં યાત્રાધામ ચાંદોદના મહાલરાવ ઘાટના 108 માંથી 17 પગથિયા બાકી રહ્યાં છે. નર્મદા કાંઠા વિસ્તારના પણ 7 ગામને એલર્ટ કરાયા છે. સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતૂર બની છે. દંગીવાળા, નારણપુરા, અમરેશ્વર, બનૈયા, પ્રયાગપુરા, અંગુઠણ સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. 

ગુજરાતમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી
તો બીજી તરફ, ગુજરાતમાં હજુ પણ 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. આજે અને કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, કચ્છ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં નવસારી, સુરત, તાપી, ડાંગ, મહેસાણા, અરવલ્લી, મહીસાગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમ કે, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, અમરેલી, ગીર સોમનાથ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news