Maharashtra Politics: રાજકારણમાં પાવરધા શરદ પવારના હાથમાંથી NCPનો પાવર ગયો, 40 ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાશે અજિત પવાર?

Ajit Pawar May be Join BJP Soon: આ મામલે હાલમાં પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલ વિરોધ કરી રહ્યાં છે. હાલમાં એવું લાગી રહ્યું છે કે એનસીપી શરદ પવારના હાથમાંથી જઈ રહી છે. ચગન ભૂજબળ જેવા સીનિયર નેતાઓ પણ અજિતની સાથે જોવા મળ્યા છે. અજિત પવાર જૂથ હાલમાં શરદ પવારને મનાવી રહ્યું છે.  

Maharashtra Politics: રાજકારણમાં પાવરધા શરદ પવારના હાથમાંથી NCPનો પાવર ગયો, 40 ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાશે અજિત પવાર?

Ajit Pawar News: મહારાષ્ટ્રમાં રાજકારણ ફરી ગરમાયું છે. શિવસેના બાદ હવે એનસીપીમાં બળવો થાય તેવી પૂરી સંભાવના છે. સરકારની રચના સમયે ભાજપમાં પહોંચી ગયેલા એનસીપીના નેતા અજિત પવાર ફરી ભાજપમાં જોડાય તેવી સંભાવનાઓ છે. હાલમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ થઈ રહી છે. કહેવાય છે કે અજિત પવાર એક સાથે 40 ધારાસભ્યોને લઇને ભાજપમાં જોડાઈ શકે છે.

આ તમામ ધારાસભ્યો ભાજપને સમર્થન આપવા માટે રાજી થઈ ગયા છે.  હાલમાં પવાર માટે આ કપરો સમય છે. એમની દીકરી સુપ્રીયા સુલે એ પણ સંકેત આપ્યા છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ફેરફાર થઈ રહ્યાં છે. એક ભૂકંપ દિલ્હીમાં આવશે અને બીજો મહારાષ્ટ્રના રાજકારણમાં.... જો આ થયું તો મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો બદલાઈ જશે. 

હાલમાં એનસીપીની બાગડોર એ શરદ પવારના હાથમાં છે તેઓ આ બળવો રોકવા માટે ભરપૂર પ્રયાસો કરી રહ્યાં છે. સૂત્રોના હવાલાથી વિગતો આવી છે કે 35થી 40 ધારાસભ્યો અજિત પવારના સમર્થનમાં છે. આ લોકો એ અજિત પવારને લીલીઝંડી આપી દીધી છે. આ નેતાઓમાં પ્રફૂલ પટેલ પણ સામેલ છે જેઓ શરદ પવારના અતિ ખાસ નેતા ગણાય છે.

આ મામલે હાલમાં પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલ વિરોધ કરી રહ્યાં છે. હાલમાં એવું લાગી રહ્યું છે કે એનસીપી શરદ પવારના હાથમાંથી જઈ રહી છે. ચગન ભૂજબળ જેવા સીનિયર નેતાઓ પણ અજિતની સાથે જોવા મળ્યા છે. અજિત પવાર જૂથ હાલમાં શરદ પવારને મનાવી રહ્યું છે.  જો અજિત પવાર ભાજપમાં જોડાયા તો મહારાષ્ટ્રમાં એનસીપી તૂટી જશે કારણ કે મોટાબાગના નેતાઓ હાલમાં અજિત પવારની સાથે છે. 

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવાર વચ્ચેનું અંતર ફરી એકવાર વધી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર NCPના 53 ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્યો અજિત પવારની સાથે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવાર તેમના 40 ધારાસભ્યો સાથે ટૂંક સમયમાં કોઈ મોટું પગલું લઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી શકે છે. એનસીપી નેતા અજિત પવારના ભાજપમાં જોડાવા અંગેની અટકળો વચ્ચે, અજિત ફરી એકવાર ભાજપ-શિંદે સાથે સમર્થન એકત્ર કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, NCPના 53માંથી લગભગ 40 ધારાસભ્યોએ ભાજપ સાથે હાથ મિલાવવા અને શિંદે-ફડણવીસ સરકારમાં સામેલ થવા માટે અજિત પવારને સમર્થન આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અજીતની સાથે ઘણા વરિષ્ઠ નેતાઓ ભાજપ સાથે ગઠબંધન કરવા ઇચ્છુક છે. અજિત પવારનું સમર્થન ધરાવતા નેતાઓમાં NCPના પ્રફુલ પટેલ, સુનિલ તટકરે, છગન ભુજબળ, ધનંજય મુંડે જેવા મોટા ચહેરાઓનો સમાવેશ થાય છે. એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ અને જિતેન્દ્ર આવ્હાડ ભાજપ સાથે હાથ મિલાવવાના પક્ષમાં નથી. અજિતના જૂથે શરદ પવારને મળ્યા અને તેમને કહ્યું કે મોટાભાગના ધારાસભ્યો ભાજપ સાથે ગઠબંધન કરવા ઇચ્છુક છે. જોકે શરદ પવારે ભાજપ-શિંદે સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news