Maharashtra Political Crisis:  શું ઉદ્ધવ ઠાકરેને 'નારી શ્રાપ' નડ્યો? ચર્ચામાં છે આ બે મહિલાઓના નિવેદન

Kangana Ranaut Navneet Rana Statement Viral: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી ખતરામાં છે. શિવસેનાના વિધાયકો અને મંત્રી એકનાથ શિંદેએ બળવો પોકાર્યા બાદ સીએમ ઠાકરે મુશ્કેલીમાં છે.

Maharashtra Political Crisis:  શું ઉદ્ધવ ઠાકરેને 'નારી શ્રાપ' નડ્યો? ચર્ચામાં છે આ બે મહિલાઓના નિવેદન

Kangana Ranaut Navneet Rana Statement Viral: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી ખતરામાં છે. શિવસેનાના વિધાયકો અને મંત્રી એકનાથ શિંદેએ બળવો પોકાર્યા બાદ સીએમ ઠાકરે મુશ્કેલીમાં છે. મહારાષ્ટ્રમાં મચેલા રાજકીય સંકટ વચ્ચે અમરાવતીથી સાંસદ નવનીત રાણા અને બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતના નિવેદન ચર્ચામાં છે. 

અત્રે જણાવવાનું કે નવનીત રાણા હનુમાન ચાલીસા વિવાદ બાદ જેલમાં ગયા હતા અને કંગના રનૌતના ઘરને BMC ની કાર્યવાહીમાં તોડવામાં આવ્યું હતું. આખરે કેમ નવનીત રાણા અને કંગના રનૌતના નિવેદન ચર્ચામાં છે આવો જાણીએ. 

નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરેને ફેંક્યો હતો પડકાર
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે. તેમણે અનેકવાર વિરોધનો સામનો કરવો પડ્યો. અનેક ચહેરા અલગ અલગ મુદ્દાઓ પર તેમની સામે ઊભા થયા. ઉદ્ધવને બે મહિલાઓએ સીધો પડકાર ફેંક્યો. આ બંને મહિલાઓએ મુખ્યમંત્રી અને ઠાકરે સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. સીએમ વિરુદ્ધ નિવેદન આપ્યા અને તેનું પરિણામ પણ ભોગવવું પડ્યું. 

अन्य Videos यहां देखें - https://t.co/ZoADfwSi4S pic.twitter.com/ZfvmBVQPMy

— Zee News (@ZeeNews) June 23, 2022

આ બંને મહિલા નેતાઓએ ઠાકરે સરકાર અંગે એવી વાતો કરી હતી કે જે હાલના રાજકીય સંકટને જોઈને યાદ આવી રહી છે. ઉદ્ધવ ઠાકરેની સરકાર ખતરામાં છે અને ચર્ચા થઈ રહી છે કે શું તેમની વાતો સાચી પડવાની છે? મહારાષ્ટ્રમાં અજાન વિવાદ વચ્ચે નવનીત રાણા અને તેમના વિધાયક પતિ રવિ રાણાએ ઉદ્ધવ ઠાકરેને હનુમાન ચાલીસા વાંચવા માટે કહ્યું હતું અને આમ ન કરવા પર માતોશ્રી પર જઈને હનુમાન ચાલીસા વાંચવાની વાત કરી હતી. 

આ જાહેરાત બાદ નવનીત રાણા શિવસેનાના નિશાના પર આવી ગઈ. મુંબઈથી અમરાવતી સુધી તેમનો વિરોધ શરૂ થઈ ગયો. વિવાદ વધ્યા બાદ રાણા દંપત્તિ વિરુદ્ધ કેસ નોંધાયો. બાદમાં તેમની ધરપકડ થઈ અને કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા. રાણા દંપત્તિ 13 દિવસ સુધી જેલમાં રહ્યા. જેલમાંથી બહાર નીકળ્યા બાદ પણ નવનીત રાણાના તેવર ન બદલ્યા. તેમણે હનુમાન ચાલીસાના પાઠ કર્યા અને સીએમ ઠાકરેને ચૂંટણી લડવા માટે પડકાર ફેંક્યો. તાજા રાજનીતિક સંકટ બાદ પણ નવનીત રાણા વિમાનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળ્યા હતા. 

Maharashtra Political Crisis: चर्चा में कंगना-नवनीत के ये बयान, क्या उद्धव ठाकरे पर भारी है 'नारी श्राप'?

નવનીત રાણાએ સીએમ ઠાકરેને પડકાર ફેંક્યો હતો કે તેઓ લોકો વચ્ચે જાય અને ચૂંટણી જીતીને આવે. હું તમારી સામે ઊભી રહીશ અને તમારે જીતીને બતાવવાનું છે. તમારે દેખાડવાનું રહેશે કે મહિલાની તાકાત, ઈમાનદારી સામે કોણ ચૂંટાઈને આવી શકે છે. હનુમાન ચાલીસા વિવાદથી શિવસેનાની હિન્દુત્વવાળી છબી પર અસર પડી અને હાલ ઠાકરે સરકાર મુશ્કેલીમાં છે. 

કંગનાનું નિવેદન પણ થઈ રહ્યું છે વાયરલ
મહારાષ્ટ્રમાં રાજનીતિક સંકટ વચ્ચે અભિનેત્રી કંગના રનૌતનું નિવેદન પણ ખુબ વાયરલ થઈ રહ્યું છે. કંગનાએ સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે ઠાકરે સરકાર પર હુમલો કર્યો હતો. આ બધા વચ્ચે બીએમસીએ કંગનાના ઘર પર  કાર્યવાહી કરી. ત્યારે કંગનાએ પણ ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંક્યો હતો. કંગનાએ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેનો આ જે આતંક છે, સારું થયું કે મારી સાથે થયું. જય હિંદ જય મહારાષ્ટ્ર. બીએમસીની કાર્યવાહી પર કંગનાએ કહ્યું હતું કે આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારું ઘમંડ તૂટશે. આ સમયનું પૈડુ  છે, યાદ રાખજો કે તે હંમેશા એક જેવું રહેતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news