મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા જ શરદ પવારને મોટો ઝટકો, મુંબઈ NCP અધ્યક્ષ શિવસેનામાં સામેલ

મહારાષ્ટ્રમાં નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી જવા જઈ રહી છે. જો કે આ ચૂંટણી અગાઉ જ શરદ પવારની પાર્ટી એનસીપીને મોટો આંચકો મળ્યો છે. મુંબઈ એનસીપી અધ્યક્ષ સચિન અહિર શિવસેનામાં જોડાઈ ગયા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમને પાર્ટીની સદસ્યતા અપાવી. તે અગાઉ અહિરે એનસીપીમાં પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા જ શરદ પવારને મોટો ઝટકો, મુંબઈ NCP અધ્યક્ષ શિવસેનામાં સામેલ

મુંબઈ: મહારાષ્ટ્રમાં નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી જવા જઈ રહી છે. જો કે આ ચૂંટણી અગાઉ જ શરદ પવારની પાર્ટી એનસીપીને મોટો આંચકો મળ્યો છે. મુંબઈ એનસીપી અધ્યક્ષ સચિન અહિર શિવસેનામાં જોડાઈ ગયા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમને પાર્ટીની સદસ્યતા અપાવી. તે અગાઉ અહિરે એનસીપીમાં પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. 

આ બાજુ સૂત્રોના જણાવ્યાં મુજબ પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને એનસીપી નેતા છગન ભૂજબળ પણ શિવસેનાના સંપર્કમાં છે. આ અગાઉ તેઓ શિવસેનામાં જ હતાં. ધારાસભ્ય વૈભવ પિચડ પણ ભાજપમાં જાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. 

— ANI (@ANI) July 25, 2019

જો કે વિધાનસભા ચૂંટણીને જોતા આ પ્રકારની અટકળો થઈ રહી હતી. આ જ કડીમાં થોડા દિવસ અગાઉ પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ બનેલા ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે એનસીપી અને કોંગ્રેસના મોટા નેતાઓ પાર્ટી છોડી શકે છે. જેમાંથી પહેલું નામ સચિન અહિરનું લેવાઈ રહ્યું હતું. 

જુઓ LIVE TV

સચિન અહિર એનસીપીના કદાવર નેતા ગણાતા હતાં. મુંબઈના વરલી વિસ્તારમાંથી તેઓ આવે છે. શરદ પવારના નીકટના નેતા ગણાતા હતાં. ગત સરકારમાં તેઓ મંત્રી પણ હતાં. સચિન અહિર એનસીપી છોડીને શિવસેનામાં જોડાઈ જતાં એનસીપી અને શરદ પવારને મોટો આંચકો લાગ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news