મોદીની જગ્યાએ ગડકરી પર દાવ લગાવી શકે છે સંઘ, જાણો શું છે નાગપુર સીટની સ્થિતિ

Nagpur Lok Sabha Result: કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી નાગપુર સીટથી હેટ્રિક લગાવવા તરફ આગળ વધી રહ્યાં છે. તેઓ કોંગ્રેસ ઉમેદવારથી 70 હજાર મતથી આગળ ચાલી રહ્યાં છે.
 

મોદીની જગ્યાએ ગડકરી પર દાવ લગાવી શકે છે સંઘ, જાણો શું છે નાગપુર સીટની સ્થિતિ

મુંબઈઃ લોકસભા ચૂંટણીમાં ભાજપને જ્યાં ઝટકો લાગ્યો છે તો બીજીતરફ નાગપુર લોકસભા સીટથી ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લીડ મેળવી લીધી છે. ગડકરી 70 હજાર મતથી આગળ ચાલી રહ્યાં છે. ગડકરી કોંગ્રેસ ઉમેદવાર વિકાસ ઠાકરેથી ખુબ આગળ ચાલી રહ્યાં છે. નાગપુરથી તેમની જીત નક્કી માનવામાં આવી રહી છે. તેવામાં હવે ભાજપને જ્યારે પોતાના દમ પર બહુમતી નથી મળી રહી તો શું ગડકરી પ્રધાનમંત્રી બની શકે છે. 

ગડકરીનો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે હંમેશાથી સારો સંબંધ રહ્યો છે. તે પણ સંયોગ છે કે જે લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે, સંઘનું મુખ્યાલય પણ ત્યાં આવે છે. આ ચૂંટણીમાં ગડકરી નવા સંકલ્પ સાથે મેદાનમાં ઉતર્યા હતા. તેમણે ત્યાં પોસ્ટર લગાવ્યા વગર પ્રચાર કર્યો હતો. ગડકરી ભાજપના એવા નેતા છે જેના નામ પર વિપક્ષના કેટલા દળ પણ સમર્થન આપી શકે છે. મહારાષ્ટ્રથી પીએમ બનાવવાની શરત પર શિવસેના યુબીટી પણ સાથે આવી શકે છે.

હેટ્રિક લગાવશે ગડકરી
નીતિન ગડકરીએ પ્રથમવાર 2014માં ચૂંટાયા તો મોદી લહેરને કારણે તેમણે કોંગ્રેસ નેતા વિલાસ મુત્તેમવારને હરાવ્યા હતા. 2019 લોકસભા ચૂંટણીમાં ગડકરીએ કોંગ્રેસ નેતા નાના પટોલેને પરાજય આપ્યો હતો. આ ચૂંટણીમાં ગડકરીની જીતનું માર્જિન 2014ની તુલનામાં ઘટી ગયું હતું. ગડકરી 2.16 લાખ મતથી જીત્યા હતા. ગડકરીની સામે જ્યાં સતત ત્રીજીવાર ન માત્ર જીતવાનો પડકાર હતો પરંતુ અંતર પણ વધારવાનો દબાવ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news