Maharashtra Unlock Update: મુંબઈ સહિત મહારાષ્ટ્રના 25 જિલ્લામાં પ્રતિબંધોમાં મળશે ઢીલ, વીકેન્ડ લૉકડાઉનમાં પણ રાહત
Maharashtra Unlock Latest Update: કોરોના કેસમાં ઘટાડા બાદ મહારાષ્ટ્ર સરકારે લોકોને પ્રતિબંધોમાં છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે આગામી દિવસોમાં વિસ્તૃત આદેશ જારી કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ Maharashtra Unlock Latest Update: કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ મહારાષ્ટ્રમાં લૉકડાઉન પ્રતિબંધોમાં છુટછાટ આપવામાં આવશે. મુખ્યમંત્રી ઠાકરેની અધ્યક્ષતામાં થયેલી કોવિડ ટાસ્ટ ફોર્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ તેની જાણકારી આપી છે. ન્યૂઝ એજન્સી ANI ના રિપોર્ટ અનુસાર મુંબઈ સહિત રાજ્યના તે 25 જિલ્લામાં પ્રતિબંધોમાં ઢીલ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં પોઝિટિવિટી રેટ, ગ્રોથ રેટ રાજ્યના એવરેજથી ઓછો છે. આ સાથે વીકેન્ડ લૉકડાઉનમાં પણ રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજેશ ટોપેએ કહ્યુ- અમે 25 જિલ્લામાં પ્રતિબંધોમાં ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. દુકાનો, થિએટરો, સિનેમા હોલ, જિમના કામકાજમાં છૂટ આપવામાં આવશે. લગ્ન સમારોહ વગેરેમાં પ્રતિબંધ રહેશે. આ સાથે વાતાનુકૂલિત હોલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાગૂ રહેશે.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું શનિવારે કેટલાક વિસ્તારમાં પ્રતિબંધોની સાથે અનલોક થશે પરંતુ રવિવારે પ્રતિબંધો યથાવત રહેશે. આગામી બે-ત્રણ દિવસમાં તેને લઈને દિશાનિર્દેશ જારી થશે. તેમણે કહ્યું કે, હોટલો અને દુકાનોનો સમય 8-9 કલાક સુધી વધારવામાં આવશે. પરંતુ તે નક્કી કરવું પડશે કે કર્મચારીઓએ વેક્સીનના બંને ડોઝ લેવા પડશે. સાથે 50 ટકા ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.
રાજેશ ટોપેએ કહ્યુ કે સરકાર તે લોકોને લોકલ ટ્રેનમાં યાત્રા કરવાની છૂટ આપવા પર વિચાર કરી રહી છે, જે રસીના બંને ડોઝ લઈ ચુક્યા છે. મુંબઈ લોકલ પર બોલતા ટોપેએ કહ્યુ- આજની બેઠકમાં લોકલને લઈને અલગ-અલગ વિચાર વ્યક્ત કરવામાં આવ્યા છે. જે નાગરિકોએ રસીના બંને ડોઝ લીધા છે, તેને યાત્રા કરવાની મંજૂરી આપવી જોઈએ. તેથી મુખ્યમંત્રી આ સંબંધમાં રેલ વિભાગ સાથે ચર્ચા કરી અંતિમ નિર્ણય લેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે